ગુજરાતમાં ફરી આભ ફાટવા જેવી સ્થિતિ, 14 કલાકમાં 11 ઇંચ વરસાદથી ભરૂચનું વાલિયા ડૂબ્યું, ચારેતરફ ભયાનક સ્થિતિ
Gujarat Flood : ભરૂચના વાલિયામાં આભ ફાટ્યું, 12 ઈંચ વરસાદથી ઘરો, બજારોમાં પાણી જ પાણી જોવા મળ્યું... નદી-નાળાં છલોછલ થયાં, લોકોને હાલાકી
Gujarat Weather Update : ગુજરાતમાં આજે પણ મેઘાની જમાવટ યથાવત છે. સવારે બે કલાકમાં 125 તાલુકામાં વરસાદ વરસ્યો. તો ભરૂચના નેત્રંગમાં 3 ઈંચ વરસ્યો. ગઈકાલે 12 ઈંચ ખાબક્યા બાદ આજે પણ 3 ઈંચ વરસાદ નોંધાયો. સવારે પણ દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ જોવા મળ્યો. સુરતના માંગરોળ, ઉમરપાડામાં 2થી અઢી ઈંચ પડ્યો. નવસારીમાં ધીરે ધીરે પૂરના પાણી ઓસરી રહ્યાં છે. પરંતું ભરૂચના વાલિયા પંથકમાં 11.88 ઇંચ વરસાદથી જળબંબાકાર થયું છે. 14 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકી જતા સર્વત્ર પાણી જ પાણી છે.
વાલિયામાં આફ ફાટ્યું
ભરૂચના વાલિયા પંથકમાં 11.88 ઇંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ બની. 14 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકાર થયું છે. આખેઆખું ડહેલી ગામ પાણીમાં ગરકાવ થયું છે. મુખ્ય બજાર અને લોકોના ઘરમાં પાણી ભરાયા છે. ભરૂચના વાલિયા પંથકમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ટોકરી નદીના ક્રોઝવે પરથી પાણી ફરી વળ્યાં છે. તો વાહન વ્યવહાર બંધ કરાયો છે.
ગુજરાતના એકસાથે 18 જિલ્લાઓમાં ડેન્જર આગાહી, ભયાનક ડીપ ડિપ્રેશન માથા પરથી થશે પસાર
રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની જમાવટ
- 24 કલાકમાં રાજ્યના 183 તાલુકામાં વરસ્યો વરસાદ
- રાજ્યના 90 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ વરસ્યો
- રાજ્યના 27 તાલુકામાં વરસ્યો 4 ઈંચથી વધુ વરસાદ
- સૌથી વધુ ભરૂચના વાલિયામાં 12 ઈંચ વરસાદ
- તાપીના સોનગઢમાં 10, વ્યારામાં 9 ઈંચથી વધુ વરસાદ
- સુરતના માંગરોળ અને ડાંગના વઘઈમાં 8 ઈંચ વરસાદ
- ભરૂચમાં 7.5, નર્મદાના તિલકવાડામાં 7 ઈંચ વરસાદ
- તાપીના ઉચ્છલ અને ડોલવણમાં વરસ્યો 7 ઈંચ વરસાદ
- નડિયાદ, વાંસદા, સુબીરમાં વરસ્યો 6 ઈંચથી વધારે વરસાદ
- લુણાવાડા અને કપડવંજમાં 5થી સાડા 5 ઈંચ વરસાદ
- મોરવાહડફ અને કરજણમાં વરસ્યો 5 ઈંચ વરસાદ
- હિંમતનગર, મહેસાણા, બાયડમાં પણ 4 ઈંચથી વધારે વરસાદ
- અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, આણંદમાં પણ વરસાદ
અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદ
અમદાવાદ શહેરમાં સતત વરસાદી માહોલ યથાવત છે. મોડી રાતથી વરસી રહેલા હળવા વરસાદે હાલ વિરામ લીધો છે. સવારે 6 વાગ્યે પૂર્ણ થતા 24 કલાક દરમ્યાન શહેરમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ નોંધાયો. સૌથી વધુ નરોડામાં 8 ઇંચ, ઓઢવ 4.5 ઇંચ અને નિકોલમાં 4 ઇંચ વરસાદ નોંધાયો. અન્ય વિસ્તારોમાં ઓન દોઢથી લઇ અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. પાછલા 24 કલાકમાં અલગ અલગ સમયે ભારે વરસાદી ઝાપટા વરસતા રહ્યાં. હાલ વાસણા બેરેજના 7 ગેટ ખોલી 11000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં હાલ સંત સરોવર માંથી 5000 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો ગાંધીનગરમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. દહેગામમાં સૌથી વધુ 4 ઈંચ તો માણસા-કલોલમાં 3 ઈંચ વરસાદ નોંધાયો. ગાંધીનગર શહેરમાં 2 ઈંચ વરસાદ પડ્યો. ગાંધીનગર શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા જ અંડરપાસમાં પાણી ભરાયા. ગાંધીનગરના વાવોલ અંડર પાસ અને ઘ રોડ ઉપર આવેલા અંડર પાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી.
એવું કેમ કહેવાય છે કે મઘા નક્ષત્રનું પાણી સાચવીને આખું વર્ષ પીજો, આ રહ્યું ખરુ કારણ
શું ઐશ્વર્યા-અભિષેક ખરેખર અલગ થઈ રહ્યા છે?, જુનિયર બચ્ચનના આ VIDEOએ કર્યો ખુલાસો