Anand News આણંદ : ગુજરાત ખાણીપીણી માટે ફેમસ છે. પરંતું હવે બહાર ખાવા જેવુ નથી રહ્યું. છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતના વિવિધ શહેરોની વિવિધ રેસ્ટોરન્ટમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક વેચાતા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. ક્યાંક વંદા નીકળી રહ્યા છે, ક્યાંક જીવાતો ફરે છે, તો ક્યાંક અન્ય ફરિયાદો ઉઠે છે. ત્યારે આણંદની પ્રખ્યાત હોટલ ક્રિસન્ટમાં મસાલા પાપડમાંથી વંદો નીકળ્યો છે. હોટલના ટેબલ પર ગ્રાહકને સર્વ કરાયેલી પ્લેટમાંથી વંદો નીકળ્યો. મસાલા પાપડના પ્લેટમાં વંદાવાળો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની રેસ્ટોરન્ટમાં પણ મસાલા પાપડમાંથી વંદો નીકળ્યો
હજી એક મહિના પહેલા જ અમદાવાદના ડ્રાઈવ ઇન રોડ પર આવેલા કબીર રેસ્ટોરન્ટમાં મસાલા પાપડમાંથી જીવતો વંદો નીકળ્યો તો. કબીર રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી બદલ ગ્રાહકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો.


 


ન્યૂ યર પાર્ટી માટે થાઈલેન્ડ નહિ આ દેશમાં જાઓ : રંગીન ગલીઓ, નાઈટલાઈફ ને દારુ બધુ છે


વિદેશોમાં એવી તો શું તકલીફ આવી કે પરત ફરી રહ્યાં છે ગુજરાતીઓ, સ્વદેશી બની રહ્યાં NRI


કોણ છે આ મહિલા IAS, જેમનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મેકઓવરમાં છે સિંહફાળો