રાજકોટ: બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે રામચરિત માનસને નફરતનું પુસ્તક ગણાવ્યું છે. રાજધાની પટનામાં નાલંદા ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે રામચરિત માનસને સમાજમાં ભાગલા પાડનાર પુસ્તક ગણાવ્યું હતું. આ તરફ હવે તેમના નિવેદનને લઈ રાજકારણ ગરમાયું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે બિહારના શિક્ષણ મંત્રી આવું બોલી નફરત ફેલાવી રહ્યા છે. આવા શિક્ષણમંત્રીને મુખ્યમંત્રીએ દૂર કરવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારના શિક્ષણ મંત્રી દ્વારા રામચરિત માનસને લઇને વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. બિહારના શિક્ષનમંત્રીના નિવેદનને લઇને રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિવેદન આપ્યું હતું. પૂર્વ વિજયભાઈ રૂપાણીએ બિહારના શિક્ષણ મંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, બિહારના શિક્ષણમંત્રી પોતે નફરત ફેલાવે છે. રામચરિતમાનસ આપણો પવિત્ર ગ્રંથ છે. આવા શિક્ષણમંત્રીને મુખ્યમંત્રીએ દૂર કરવા જોઈએ. સામાજિક સમરસતા અને એકતા માટે પવિત્ર ગ્રંથ છે. વિજયભાઈ રૂપાણીએ રામચરિત માનસ અને ભગવાન રામના જીવન ચરિત્ર વિશે પણ વાત કરી હતી. 


પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યા આકરા પ્રહારો


  • બિહારના શિક્ષણ મંત્રીના નિવેદનને લઈને વિજય રૂપાણીએ કર્યા પ્રહારો

  • વિજયભાઈ રૂપાણીએ કહ્યું આવા શિક્ષણ મંત્રીને દૂર કરો

  • પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભગવાન રામ અને તેમના જીવન ચરિત્ર વિશે વાત કરી.


શું છે સમગ્ર મામલો? 
રાજધાની પટનામાં નાલંદા ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે  રામચરિત માનસ ને નફરતનું પુસ્તક ગણાવ્યું છે. રામચરિત માનસ ને સમાજમાં ભાગલા પાડનાર પુસ્તક ગણાવ્યું હતું. આ તરફ  નિવેદન આપ્યા બાદ જ્યારે તેમને આ સંબંધમાં પૂછપરછ કરવામાં આવી તો તેમણે રામચરિતમાનસ વિશે પોતાની વાતને યોગ્ય ઠેરવી.