ગુજરાતમાં આ જગ્યાએ ખુલ્લેઆમ વેચાય છે ડ્રગ્સ, ભાજપ સરકારના પૂર્વમંત્રીના ઘટસ્ફોટથી ખળભળાટ
સુરત વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાણાની સામે તેમના મતદારો અનેક પ્રાથમિક સમસ્યાને લઈને રજૂઆતો કરવા હોય છે.આ રજૂઆતો ધારાસભ્ય કુમાર કાણાની કલેકટર અને મહાનગરપાલિકાની સંકલન મૂકી કાર્યવાહીની માંગ કરતા હોય છે.
પ્રશાંત ઢીવરે/સુરત: વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાણાનીએ સુરત મહાનગર પાલિકામાં મળેલી ધારાસભ્યોની સંકલન બેઠકમાં રસ્તા ઉપરના દબાણ,જાહેર આરોગ્ય સહિત મનપાના ગાર્ડનમાં અડ્ડો જમાઈ બેઠી ડ્રગ્સનું કરનાર પર કાર્યવાહીની માંગ કરી છે. તેમજ વરાછા ચીકુવાડી વિસ્તારના ખાડી બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અવાજ ઉઠાવાયો હતો. સાથે બીઆરટીએસ બસમાં મહિલાઓ માટે અલાયદી બેઠક વ્યવસ્થા ઊભી કરવા માંગ કરાઈ છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ-પાથલ, NDAમાં સામેલ થઈ નાયબ મુખ્યમંત્રી બન્યા અજીત પવાર
સુરત વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાણાની સામે તેમના મતદારો અનેક પ્રાથમિક સમસ્યાને લઈને રજૂઆતો કરવા હોય છે.આ રજૂઆતો ધારાસભ્ય કુમાર કાણાની કલેકટર અને મહાનગરપાલિકાની સંકલન મૂકી કાર્યવાહીની માંગ કરતા હોય છે. પરંતુ ધારાસભ્યની અનેકો વખત રજૂઆતો કર્યા છતાં હજી સુધી નક્કર જવાબ નહીં મળતા સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીએ શાબ્દિક પસ્તાળ પાડી હતી.
જામનગર એરફોર્સનું દિલધડક રેસ્ક્યૂ: ધોધમાર વરસાદના પૂરમાં બે ખેતમજૂરોને એરલીફ્ટ કરાયા
ઉગ્ર રજૂઆત કરી બ્રિજની કામગીરી કયારે પૂર્ણ થશે? તેવો સવાલ કરી લેખિત જવાબ આપવા અનુરોધ કર્યો હતો. અન્ય ઝોન વિસ્તારમાં બ્રિજના થતાં રંગરોગાન કે સુશોભિત કરવાની કામગીરી અંતર્ગત વરાછા બ્રિજને પણ આવરી લેવા તાકીદ કરી હતી. ગંદકી અને આરોગ્યને મુદ્દે તેમણે સ્થાનિક હોટલ અને ખાણીપીણીની લારીઓ પર ફુડ સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરનારા સામે નિયમમુજબ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. તો ખાણી-પીણીના નામે ભેળસેળિયાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા તંત્રના અધિકારીઓને જણાવ્યું હતું.
જો તમારું ખાતું પણ SBIમાં છે, તો તમે પણ આ સુવિધાઓનો ફ્રીમા લઈ શકો છો લાભ
સાથે જ વરાછા રોડ વિસ્તારમાં મહાનગરપાલિકાના ગાર્ડનમાં અસામાજિક તત્વો અડ્ડો જમાઈ બેઠા હોય અને ત્યાં દારૂનું સેવન, અને ડ્રગ્સનું સેવન કરતા હોય તેવી રજૂઆતો પણ કરી હતી. ઝડપમાં આવા તત્વો પર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. તમામ પ્રશ્નોનો નિવારણ ક્યારે આવશે તેનો જવાબ મહાનગરપાલિકાના અધિકારીઓ પાસેથી લેખિતમાં માંગ્યો હતો. જો મહાનગરપાલિકા થી આ કામ નહીં થતું હોય તે પણ જવાબ કુમાર કાનાણીએ માંગ્યો હતો.
ગુજરાતમાં ફરવા માટે નવુ ડેસ્ટિનેશન બન્યું, જ્યાં ઊંચાઈથી માણી શકાશે દરિયાનો નજારો