Gujarati News : આજે ગુજરાતના 4 મહાનગરોના નવા મેયરની જાહેરાત થશે. સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર શહેરોના આજે નવા મેયર મળશે. મેયર, ડેપ્યુટી મેયર સહિત 5 હોદ્દેદારોના નામોની જાહેરાત થશે. સુરતમાં સવારે 11 વાગ્યે સામાન્ય સભા મળશે. આ સામાન્ય સભામાં તમામને ફરજિયાત હાજર રહેવા માટે સૂચના અપાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં કોના નામની ચર્ચા
સુરતના મેયર પદ માટે કિશોર મિયાણીનું નામ સંભવિત છે. રાકેશ માળી, અશોક રાંદેરિયા, રાજુ જોળિયાનું નામ સંભવિત છે. ડેપ્યુટી મેયર તરીકે સંભવિત નામ ઉર્વશી પટેલ, નેન્શી શાહ, સોમનાથ મરાઠે, રેશ્મા લાપસી વાળા સામેલ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ચીમન પટેલનું નામ સંભવિત છે. તો દક્ષેશ માવાણી, સુધાકર ચૌધરી, વ્રજેશ ઉનડકટનું નામ સંભવિત છે.


સેવાનું ઋણ ચૂકવવાનો સમય આવ્યો, વૃદ્ધ કામવાળીની ચાકરી કરે છે પટેલ દંપતી


જામનગરમાં કોના નામની ચર્ચા 
જામનગરમાં મેયર તરીકે મુકેશ માતંગનું નામ સંભવિત છે. વિનોદ ખીમસૂરિયા, જયંતી ગોહિલનું પણ નામ ચર્ચામાં છે. રાજકોટમાં આ ટર્મ માટે શહેરને મહિલા મેયર મળશે


રાજકોટમાં કોન રેસમાં
રાજકોટમાં મેયર તરીકે સંભવિત નામ ડૉ દર્શનાબેન પંડ્યા છે. જ્યોત્સનાબેન ટીલાળા, નયનાબેન પેઢડિયાનું નામ પણ ચર્ચામાં છે. ભારતીબેન પરસાણા, વર્ષાબેન રાણપરાનું નામ પણ ચર્ચામાં છે. રાજકોટમાં ડેપ્યુટી મેયરના પદ માટે પાંચ દાવેદાર છે. નીતિન રામાણી, ચેતન સુરેજા, ડૉ અલ્પેશ મોરઝરિયા, પરેશ પીપળિયા, નિલેશ જલુંનું નામ ચર્ચામાં છે. 


નવરાત્રિ બગાડશે વરસાદ : અંબાલાલ પટેલની આ આગાહી ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ


ભાવનગરમાં મેયર તરીકે સંભવિત નામ 
ભાવનગરમાં મહેશ વાજા, ભારતીબેન બારૈયા, અશોક બારૈયા, ભરત ચૂડાસમાનું નામ પણ મેયર તરીકે રેસમાં છે. તો ભાવનગરમાં ડેપ્યુટી મેયર તરીકે સંભવિત નામની યાદીમાં ભાવનાબેન દવે, ભાવના સોનાણી, મોનાબેન પારેખ છે. આ ઉપરાંત ભાવનગરમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે સંભવિત નામ રાજુ રાબડિયા, ઉપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભાવેશ મોદી છે. 


રાજ્યની સૌથી મોટી અને 9500 કરોડ બજેટ ધરાવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂક કરવામાં આવી છે.. ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં કોર્પોરેશનનું સુકાન હવે મેયર પ્રતિભા જૈન સંભાળશે.. ન માત્ર અમદાવાદ પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. વડોદરામાં પીંકીબેન સોની નવા મેયર બન્યા છે. 


ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, સ્વામિનારાયણ સંસ્થા એ પૈસા ભેગા કરવાની સંસ્થા છે