અમદાવાદ : ગુજરાતમાં કોરોના દિવસેને દિવસે વિકરાળ થતો જાય છે ત્યારે ગુજરાતની સ્થિતી પણ ખુબ જ વિકટ બની છે. તેવામાં લોકડાઉન થશે કે કેમ તે અંગે ભારે અવઢવ જોવા મળી રહી છે. જો લોકડાઉન થાય તો ગત્ત વખતે લોકડાઉન સમયે પાન મસાલા અને સિગરેટનાં બંધાણીઓએ જેવું વેઠવાનું આવ્યું હતું તેવું વેઠવાનું ન આવે તે માટે અત્યારથી સ્ટોર કરવો કે કેમ તે અંગે ભારે અવઢવ જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર્દીની ચિંતા દર્દીના સગાની પણ ચિંતા, કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં હવે મળશે આ ખાસ સુવિધા


જો કે ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળી લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે. તેથી પાન મસાલાનાં ગલ્લાઓ આવતી કાલથી દર શનિ-રવિ પાનનાં ગલ્લાઓ બંધ રહેશે. 


CM રૂપાણીનો સ્વિકાર કોરોના ખુબ જ વિકરાળ, આટલી હોસ્પિટલોમાં દર્દી માટે નથી જગ્યા


અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત લોકડાઉનમાં પાન મસાલાની કિંમતો આસમાને પહોંચી હતી. જે વસ્તુ સામાન્ય રીતે 5 રૂપિયામાં મળતી હોય છે તે 50-50 રૂપિયામાં મળી રહી હતી. કેટલાક ડુપ્લીકેટ માલના કારણે પણ સ્થિતી વિપરિત બની હતી. લોકોનાં સ્વાસ્થય સાથે ચેડા થયા હતા. જેના કારણે હવે આ નિર્ણયથી પાન મસાલાના વ્યવસનીઓમાં ભાગદોડ મચી ગઇ છે. કારણ કે બે દિવસ ગલ્લા બંધ રહેવાનાં છે ત્યારે અસ્થિરતા જોતા ભવિષ્યે પણ બંધ થાય તેવી બીકે લોકો સ્ટોક કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube