• બાપુના જન્મસ્થળ પોરબંદરમાં પણ તેમના 151મા જન્મજયંતીની સાદગીથી ઉજવણી કરવામાં આવી છે.

  • પહેલીવાર આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ડિજીટલ પ્લેટફોર્મના માદ્યમથી હાજરી આપવી પડી 


આશ્કા જાની/અમદાવાદ :આજે ગાંધી જયંતી છે. આપણા લાડીલા પ્રિય બાપુનો જન્મદિવસ, પરંતુ ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર ગાંધી જયંતિ (gandhi jayanti) ની સાદગીપૂર્વક ઉજવણી થઈ રહી છે તેવુ બન્યું છે. કોરોનાના કપરા કાળમાં જાહેર કાર્યક્રમો પર રોક લાગી છે. તેથી બાપુ (Mahatma Gandhi) ના જન્મદિવસને પણ ગુજરાતીઓને સાદગી રીતે ઉજવવો પડી રહ્યો છે. બાપુના જન્મસ્થળ પોરબંદરમાં પણ તેમના 151મા જન્મજયંતીની સાદગીથી ઉજવણી કરવામાં આવી છે. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સવારે સર્વધર્મ પ્રાર્થના સભા આયોજિત કરાઈ હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિજીટલ પ્લેટફોર્મના માદ્યમથી હાજરી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાપુના જન્મસ્થળે સાદગીથી ઉજવણી 
પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સવારે 8 વાગ્યે સર્વધર્મ પ્રાર્થના સભા આયોજિત કરાઈ હતી. કોરોના વાયરસને કારણે પહેલીવાર રાજ્યના મુખ્યમંત્રી ગાંધી જયંતી પર આવી શક્યા નથી. ત્યારે તેઓએ ઓનલાઈન હાજરી આપીને બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સમયે કીર્તિ મંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ જવાહર ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. 


આ પણ વાંચો : મરતા પહેલા ઈલાબેન 7 લોકોને જીવાડતા ગયા અને આપણને જીવનનો સૌથી મોટો સબક શીખવાડતા ગયા...


પહેલીવાર ગાંધી આશ્રમ સૂનુ સૂનુ જોવા મળ્યું 
પહેલીવાર અમદાવાદનું ગાંધી આશ્રમ ગાંધી જયંતી પર સૂનુ સૂનુ જોવા મળ્યું હતું. ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. સર્વધર્મ પ્રાર્થના સભા સિવાય કોઈ કાર્યક્રમોનું આજે આશ્રમમાં આયોજન કરાયું નથી. પ્રાર્થના સભામાં ફક્ત 50 લોકોને હાજર રાખવામાં આવ્યા હતા. જાહેર જનતા માટે પ્રાર્થના સભામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કોરોનાકાળ વચ્ચે આશ્રમમાં સાદગીપૂર્વક ગાંધી જયંતીની ઉજવણી કરાઈ. પરંતુ આ પ્રાર્થના સભામાં લોકો ઓનલાઇન જોડાઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી. 


આ પણ વાંચો : જામનગરને ક્લીન કરવા પોલીસનું પહેલુ પગલુ, જયેશ પટેલને હથિયાર આપનાર સાગરિત પકડાયો


અમદાવાદમા સાયકલ રેલી
આજે 151 મી ગાંધી જ્યંતીને લઈને અમદાવાદમાં સાયકલ રેલીનું આયોજન કરાયુ હતુ. જેમાં 35 જેટલા સાહસિકો નિકોલ ડી માર્ટથી નીકળી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. તમામ લોકોએ સ્વચ્છ ભારત, ફિટ ભારતનો સંદેશ આપ્યો છે. ગુજરાત સાઈકલિંગ ક્લબ દ્વારા 51 કિમી સાઈકલ રાઈડ દ્વારા બાપુના સંદેશાને લોકો વચ્ચે મૂકાયા હતા. 


હેન્ડવોશથી રેકોર્ડ સર્જાશે 
2જી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિના દિવસે રાષ્ટ્રિય સ્વચ્છતા દિવસના ભાગરૂપે ગુજરાતમાં વિવિધ 3800 સ્થાનો ઉપર રાજ્યની 5 લાખથી વધુ મહિલાઓ એકસાથે હેન્ડ વોશ કરીને સ્વચ્છતાનો સંકલ્પ લેશે. આજે સવારે 11  વાગે 5 હજાર સ્થળો પર યોજાતા ' હેન્ડ વોશીંગ ' કાર્યક્રમમાં 5 લાખથી વધુ બહેનો રેકોર્ડ સર્જશે. 


આ પણ વાંચો : ફિલ્મી ગીતો તમને જેલની હવા પણ ખવડાવી શકે છે, અમદાવાદમાં બન્યો રસપ્રદ બનાવ