GUJARAT: થર્ડ વેવ માટે તૈયાર થઇ જાવ, સૌરાષ્ટ્રમાં ફરી કોરોના ફાટી નિકળ્યો, તંત્ર દોડતું થયું
શહેરમાં દિવાળીના તહેવાર બાદ ફરી એકવાર કોરોનાનો વેવ આવે તેવું લાગી રહ્યું છે. જે પ્રકારે કોરોનાના આંકડા અને ખાસ કરીને એવા જિલ્લાઓમાં કે જ્યાં કોઇ જ કેસ નહોતા આવતા ત્યાંથી કેસ આવવા લાગતા તંત્રની પણ ઉંઘ હરામ થઇ છે. બીજી સૌથી મહત્વની વાત છે કે, પોઝિટિવ ચારેય વ્યક્તિઓએ વેક્સિનના બંન્ને ડોઝ લઇ લીધા હતા. આ ઉપરાંત તેમની કોઇ પણ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી. આ લોકલ ટ્રાન્સમિશન હોય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. દિવાળીના તહેવારમાં જે પ્રકારે ભીડને ખુલ્લી છુટ આપી દેવાઇ હતી તે હવે ભીડ હવે ભારે પડી શકે છે.
રાજકોટ : શહેરમાં દિવાળીના તહેવાર બાદ ફરી એકવાર કોરોનાનો વેવ આવે તેવું લાગી રહ્યું છે. જે પ્રકારે કોરોનાના આંકડા અને ખાસ કરીને એવા જિલ્લાઓમાં કે જ્યાં કોઇ જ કેસ નહોતા આવતા ત્યાંથી કેસ આવવા લાગતા તંત્રની પણ ઉંઘ હરામ થઇ છે. બીજી સૌથી મહત્વની વાત છે કે, પોઝિટિવ ચારેય વ્યક્તિઓએ વેક્સિનના બંન્ને ડોઝ લઇ લીધા હતા. આ ઉપરાંત તેમની કોઇ પણ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી. આ લોકલ ટ્રાન્સમિશન હોય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. દિવાળીના તહેવારમાં જે પ્રકારે ભીડને ખુલ્લી છુટ આપી દેવાઇ હતી તે હવે ભીડ હવે ભારે પડી શકે છે.
બાળકીના મૃતદેહને જોઇને પોલીસ જવાનોની આંખો ભીની થઇ, અનેક દિવસો સુધી જમી ન શક્યાં
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતને આ દિવાળી ફરી એકવાર મોંઘી પડે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. દિવાળીનો તહેવાર પુર્ણ થતાની સાથે જ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં એક સાથે 11 કેસ સામે આવ્યા હતા. રાજકોટ શહેર માં 4 કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં 3 અને ગ્રામ્યમાં 2 જ્યારે ભાવનગરમાં 2 કેસ સામે આવતા તંત્રને પણ પરસેવો મળી ગયો હતો. અત્રે નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં 5, ગીર સોમનાથમાં 2 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આવી લગ્નસરાની મૌસમઃ 16 મીથી ફરી ગૂંજશે લગ્નની શરણાઈઓ, પાર્ટી પ્લોટના બુકિંગ માટે પડાપડી!
ગુજરાતમાં હાલ જે પ્રકારે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે તે એક જ પ્રકારની પેટર્ન જોવા મળી રહી છે. અગાઉ જ્યારે કોરોનાનો સેકન્ડ વેવ આવ્યો તે અગાઉ પણ દિવાળીના તહેવાર દરમિયાન ભારે ભીડ જોવા મળી હતી. આ ભીડને સરકાર દ્વારા પણ છુપી છુટ આપવામાં આવી હતી. જેના પગલે કોરોનાને કેસમાં દિવાળી બાદ અચાનક ઉછાળો આવ્યો હતો અને ત્યાર બાદ સેકન્ડ વેવમાં ગુજરાતની જે સ્થિતિ થઇ તે ખુબ જ ભયજનક હતી. અનેક ગુજરાતીઓએ પોતાના સ્વજનો ગુમાવવા પડ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube