ahmedabad to kutch vande metro train : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને પહેલી વંદે મેટ્રો ટ્રેનની ભેટ આપશે. ત્યારે 16 સપ્ટેમ્બરે ગુજરાતને પહેલી વંદે મેટ્રો ટ્રેન મળશે. ગુજરાતની પહેલા વંદે મેટ્રો ટ્રેન અમદાવાદથી ભૂજ વચ્ચે દોડશે. આ ટ્રેન ભુૉૂજથી અમદાવાદનું અંતર માત્ર 5 કલાક અને 45 મિનિટમાં પૂરું કરશે. અઠવાડિયામાં 6 દિવસ દોડશે આ ટ્રેન. જે ભૂજથી અમદાવાદ વચ્ચે 9 સ્ટેશન ઉપર રોકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે તેને ફ્લેગ ઓફ કરશે. આ પછી દેશના અન્ય રાજ્યોમાં મોટા પાયે વંદે મેટ્રો ટ્રેન ચલાવવાની યોજના છે. 3 હજાર વંદે પેસેન્જર ટ્રેનની જગ્યાએ વંદે ભારત મેટ્રો ચલાવવાની યોજના છે.


વંદે મેટ્રો ટ્રેનમાં શું હશે સુવિધા?


  • 12 કોચની હશે વંદે મેટ્રો ટ્રેન

  • પ્રતિ કલાક 110 કિલોમીટરની ઝડપ

  • 1150 પેસેન્જર બેસીની મુસાફરી કરી શકશે

  • 2058 પેસેન્જર ઉભા રહી શકશે

  • દરેક કોચમાં 3 x 3 અને 2 x 2ની કુશનિંગ સીટ

  • દરેક કોચમાં ચાર સ્લાઈડિંગ ડોર

  • ભૂજથી અમદાવાદ વચ્ચે નવ સ્ટેશન પર સ્ટોપ

  • ટ્રેનમાં ધુમાડા માટે 14 સેન્સર લગાડવામાં આવ્યા


તેની વિશેષતાઓને કારણે, આ ટ્રેનો રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સ્થાનિક-પેસેન્જર ટ્રેનોમાં કામ કરતા લોકોની મુસાફરી ઝડપી અને આરામદાયક બનાવશે. રેલવે બોર્ડના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે વંદે મેટ્રો ટ્રેનની મહત્તમ સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક છે. જોકે, તેને 75 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવશે.


ભયંકર છે આગાહી! વાવાઝોડા બાદ હવે નવી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે, અંબાલાલે કહ્યું


ક્યા-ક્યા સ્ટેશન પર સ્ટોપ કરશે વંદે ભારત?    
અમદાવાદ, સાબરમતી, ચાંદલોડિયા, વિરામગામ, ધ્રાંગધ્રા, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભૂજ


સ્પીડ વધારે હશે 
સ્વ-સંચાલિત ટેક્નોલોજીને કારણે, વંદે મેટ્રો વધુ ઝડપે ઉપડી શકશે અને ઝડપથી અટકી શકશે. આ સાથે વંદે મેટ્રોની એવરેજ સ્પીડ પેસેન્જર અને લોકલ ટ્રેનો કરતા વધુ હશે. અધિકારીએ કહ્યું કે વંદે મેટ્રોનું ભાડું હજુ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ તે મેલ-એક્સપ્રેસના સ્લીપર ક્લાસ કરતા વધારે હશે. એટલે કે ભુજ-અમદાવાદ વચ્ચે પેસેન્જર દીઠ ભાડું 300-400 રૂપિયા હોઈ શકે છે. 


3 હજાર પેસેન્જર ટ્રેનો હટાવવાની તૈયારી 
રેલ્વે હાલની 3,000 પેસેન્જર ટ્રેનોને બદલીને તેમની જગ્યાએ વંદે મેટ્રો ટ્રેન ચલાવવા જઈ રહી છે. ઇન્ટરસિટી તરીકે દોડતી આ ટ્રેન આધુનિક સુવિધાઓ અને સલામતીથી સજ્જ હશે. આ 200-350 કિલોમીટરની અંદર આવતા મોટા શહેરો વચ્ચે ચલાવવામાં આવશે. વંદે મેટ્રોના દરવાજા બાજુથી આપોઆપ ખુલશે અને બંધ થશે. ઈમરજન્સીના કિસ્સામાં ટોક બેંકની સુવિધા હશે જેના દ્વારા મુસાફરો ટ્રેન ડ્રાઈવર સાથે વાત કરી શકશે. આગ નિવારણ માટે દરેક કોચમાં 14 સેન્સર હશે. દરેક કોચમાં દિવ્યાંગો માટે વ્હીલચેર હશે.


આગામી ત્રણ મહિનામાં દુનિયાના વિનાશની શરૂઆત થશે, બાબા વેંગાની ભવિષ્યવાણીથી ટેન્શન