Junagadh News જૂનાગઢ : હાલ જાહેર જનતા પર ચારેતરફ મોંઘવારીનો માર પડી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ગિરનાર પર્વત પર જવા રોપ-વે ના ભાડામાં પણ વધારો કરાયો છે. દિવાળી પહેલા ગિરનાર રોપ વેના ભાડામાં 10 ટકા વધારો કરાયો છે. ગિરનાર પર્વત પર આવન જાવન માટે પહેલા 600 રૂપિયા ભાડું વસૂલાતું હતું. પરંતું 600 રૂપિયાને બદલે હવે પ્રવાસીઓએ રૂ.699 ચૂકવવા પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગિરનાર રોપ-વેમાં ચાર વર્ષ બાદ ભાડામાં વધારો કરાયો છે. રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો લિમિટેડે ગિરનાર રોપ-વેનું ભાડું 10% વધાર્યું છે.  


વધતા ખર્ચ અને મેન્ટેન્સની બાબતને ધ્યાને લઇ રોપ વે ઓથોરિટી દ્વારા કરાયો વધારો છે. જોકે, જૂનાગઢના સ્થાનિક લોકો અને ડોલીવાળાઓ માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. 


આ ગામડું કહેવાય છે ભૂતિયા ગામ, લોકો પગ મૂકતા પહેલા સો વખત કરે છે વિચાર!


પહેલા 700 રૂપિયાની ટિકિટ હતી, તેમાં ભાવ ઘટાડો કરાયો હતો 
વર્ષ 2022 માં ગીરનાર રોપ-વેની મુસાફરીની ટીકીટનો ભાવ 700 રૂપિયા હતો. ગીરનાર રોપ વેની મુસાફરીમાં 13% GSTનો ઘટાડો થતા ટિકિટના ભાવ ઓછા કરાયા હતા. રોપ વેના આવન જાવન માટે 700 રૂપિયાની જગ્યાએ ભાવ ઘટાડીને 623 રૂપિયા કરવામાં આવ્યા હતા. ત્યારે બે વર્ષ બાદ હવે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 


વર્ષ 2022 માં ખુલ્લો મૂકાયો હતો 
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તા.૨૪/૧૦/૨૦૨૦ના રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ ૨૫ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે રોપ-વે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેનો અત્યાર સુધીમાં લાખો પ્રવાસીઓએ રોપ-વેમાં સફર કરી ગુજરાતના સૌથી ઉંચા શિખર પર બિરાજતા મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. આમ, જૂનાગઢમાં  રોપ-વેના લીધે  સૌથી વધુ રોજગારી સર્જન કરતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળી રહ્યો છે. તેમજ રોપવે ના કારણે દર વર્ષે જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ૨.૩૨ કિમી અને રૂા.૧૩૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ ગિરનાર રોપ-વે દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. તે એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ છે. ૨.૩૨ કિ.મી.નો એશિયાનો સૌથી મોટો અને આધુનિક પ્રોજેક્ટ છે. રોપ-વે બનાવવામાં નિપૂણ ઉષા બ્રેકો કંપનીએ આ પ્રોજેકટનું નિર્માણ કર્યું છે. ૫૫૦૦ જેટલા પગથીયા ચડીને મા અંબાના દર્શન માટે બે થી ચાર  કલાકનો સમય થતો જે હવે રોપ-વેના માધ્યમથી આઠ મિનીટમાં પહોંચી શકાય છે.


ગુજરાતના 8 શહેરોમાં પ્રોપર્ટી ખરીદશો તો ફાયદામાં રહેશો, એક જાહેરાતથી સસ્તા થશે ઘર