Jobs Alert : સરકારી નોકરી કરવુ દરેકનુ સપનુ હોય છે. જ્યારે પણ ભરતી નીકળે ત્યારે લાખો ઉમેદવારો ફોર્મ ભરે છે અને પરીક્ષા આપે છે. ત્યારે ગુજરાતમાં હવે સરકારી નોકરીઓની નવી તક સામે આવી છે. ગૌણ સેવા પસંદગી મળંડળ આવનારા દિવસોમાં અંદાજે ૬ હજાર જેટલી જગ્યાઓ પર ભરતી કરશે. તો બીજી તરફ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા આચાર્યની ભરતી માટે ફોર્મ ભરવાની શરુઆત થઈ ગઈ છે. જેના માટે તમે અરજી કરી શકો છો. જાણો સંપૂર્ણ વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાતનો પગાર કેવી રીતે અરજી કરવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આચાર્યની ભરતી શરૂ 
આવતીકાલથી તા.4 જૂન સુધી સમગ્ર રાજ્યમાં અનુદાનિત માધ્યમિક અને ઉ.મા શાળાઓમાં hmat લાયકાત ધરાવતા 1900 જેટલા આચાર્યોની જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા ઓનલાઈન શરૂ થવા જઈ રહી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા આચાર્યની ભરતી માટે ફોર્મ ભરવાની શરુઆત થઈ ગઈ છે. જેના માટે આજથી ૪ જુન સુધી ઉમેદવારો અરજી ઓનલાઇન કરી શકશે. અરજી કરવા માટે આચાર્ય માટેની અભિરુચિ કસોટી ૨૦૧૭ અથવા ૨૦૨૨ પાસ કરેલી જરુરી છે. સરકારે ૧૮૭૮ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરુ કરી છે. ઓનલાઇન અરજી બાદ ઉમેદવારોએ અલગ અલગ ૨૮ જેટલા ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે. 


અમેરિકામાં પાટીદારોનું સપનું પૂરુ થયું : મા ઉમિયાનું ભવ્ય મંદિર ખુલ્લુ મૂકાયું


રસ ધરાવતા અરજદારો કે જેઓ GSERB આચાર્યની ભરતી  માટે અરજી કરવા જઈ રહ્યા છે તેઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gserb.org મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની જરૂર છે. આ માટે સત્તાવાર વેબસાઇટ – gserb.org પરથી માહિતી મેળવો. તમામ વિગતો સાથે ઓનલાઈન અરજી ફોર્મ ભરો. સબમિટ બટન દબાવો. ભાવિ ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.


SSC Exam Result: ધોરણ-10ના પરિણામની આવી ગઈ તારીખ, આ દિવસે થશે જાહેર


6 હજાર જેટલી જગ્યાઓ પર ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી કરશે
તો બીજી તરફ, આગામી દિવસોમાં અંદાજે 6 હજાર જેટલી જગ્યાઓ પર ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી કરશે. ગૌણ સેવા પસંદગી મંડળનાં સચિવ હસમુખ પટેલે આ અંગે જણાવ્યું કે, આવનારા દિવસોમાં અંદાજે ૬ હજાર જેટલી જગ્યાઓ પર ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી કરશે. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પ્રિલિમરી પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવાશે. મહેસુલ વિભાગ અંતર્ગત ક્લાર્ક. હેડ ક્લાર્ક. જુનીયર ક્લાર્કની જગ્યાઓ ભરાશે. સંભવતઃ સપ્ટેમ્બર મહિનામાં આ પ્રીલિમનરી પરીક્ષા લેવાશે. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પરીક્ષા લેવાશે. 18 મેએ રાજ્ય સરકાર નવા નિયમો અમલી બનાવ્યા છે. જેમાં બે ગૃપ બનાવવામાં આવ્યા છે. સીધી ભરતીની પરીક્ષા બે તબક્કામાં લેવાશે. પ્રથમ તબક્કો બંને માટે કોમન હશે. ૧૦૦ ગુણનુ પેપર રહેશે. પ્રીલીમના પરીણામ બાદ બે ગૃપ ની મુખ્ય પરીક્ષા આપવાની રહેશે. સાત ગણા ઉમેદવારો આ પરીક્ષા આપશે. ઉમેદવારોએ ૪૦% ગુણ હશે તો જ પાસ ગણાશે. ધોરણ 12 કક્ષાના પેપર અને ભારતનો ઇતિહાસ તથા કરંટ અફેર્સ રહેશે. વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાનુ રહેશે નહિ. પરીક્ષામા હાજર રહેતા ઉમેદવારોને પરીક્ષા ફિ પરત આપવામાં આવશે. દરેક વિભાગમાંથી અમે માગણા પત્રકો આવ્યા છે. 


ગુજરાત ભાજપે પ્લાન બદલ્યો : હાંસિયામાં ધકેલાયેલા સિનિયર નેતાઓને ફરી કામે લગાડયા