ફી નિયમન એક્ટ લઇને રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત
ફી નિયમન એક્ટ અંગે સુપ્રીમ કોર્ટે ૧ ફેબ્રુઆરીએ આપેલા આદેશ પછી તેનો કેવી રીતે અમલ કરવો તે અંગે અનેક વિસંગતતા ઉભી થવા પામી હતી. રાજ્ય સરકારે ફી નિયમન એક્ટનો અમલ વર્ષ ૨૦૧૭-૧૮થી જ થાય તે સહિતના વિવિધ મુદ્દાઓ માટે સુપ્રીમ કોર્ટમાં વચગાળાના આદેશ સંદર્ભે માર્ગદર્શન અને સ્પષ્ટતાઓ માટે અરજી દાખલ કરી હતી.
ગાંધીનગર: ફી નિયમન એક્ટ અંગે સુપ્રીમ કોર્ટે ૧ ફેબ્રુઆરીએ આપેલા આદેશ પછી તેનો કેવી રીતે અમલ કરવો તે અંગે અનેક વિસંગતતા ઉભી થવા પામી હતી. રાજ્ય સરકારે ફી નિયમન એક્ટનો અમલ વર્ષ ૨૦૧૭-૧૮થી જ થાય તે સહિતના વિવિધ મુદ્દાઓ માટે સુપ્રીમ કોર્ટમાં વચગાળાના આદેશ સંદર્ભે માર્ગદર્શન અને સ્પષ્ટતાઓ માટે અરજી દાખલ કરી હતી.
રાજયની સેલ્ફ ફાયનાન્સ શાળાઓ માટે સરકારે લાગુ પાડેલા ફી નિયમન એક્ટ સામે શાળા સંચાલકો સુપ્રીમ કોર્ટમાં જતા કાયદો માન્ય રહ્યો પરંતુ કમિટીના સ્વરૂપમાં અનેક ફેરફાર કરવા પડે તેવો આદેશ કરાયો હતો. આ અગાઉ સુપ્રીમે આદેશ કર્યો હતો કે વધારાની ઉઘરાવાયેલી ફી પરત કરવી. વાલીમંડળને રેગ્યૂલેટરી કમિટીમાં સ્થાન આપવું અને નવેસરથી ફી રેગ્યૂલેટરી કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો હતો.
શિક્ષણ મંત્રી ભૂપેંદ્ર સિંહ ચૂડાસમાએ આજે ફી નિયમનને લઇને આજે ફી માટેના કટઓફ જાહેર કર્યા હતા. જેમાં માધ્યમિક અને પૂર્વ માધ્યમિક શાળાઓની જૂની ફી 15 હજાર યથાવત રાખી છે જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 25,000 હજાર યથાવત રાખી છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહની ફીને 27 હજારના બદલે વધારો કરીને 30 હજાર કરવામાં આવી છે.
ભૂપેંદ્ર સિંહ ચૂડાસમાએ રાજ્ય સરકારે નક્કી કરેલ કટઓફથી વધુ ફી લેવા માગતી શાળાઓએ 14 માર્ચ સુધીમાં ઝોનલ સમિતિ સમક્ષ દરખાસ્ત કરવાની રહેશે. 28 માર્ચે ફી નિયમન સમિતિ જે તે શાળાની પ્રોવિઝન ફી જાહેર ફી જાહેર કરશે. 2 મે ના રોજ ઝોનલ સમિતિ આખરી ફી નક્કી કરશે. 4 એપ્રિલના રોજ પ્રોવિઝનલ ફી સામે વાંધા હોય તો શાળાઓ રજૂઆત કરી શકશે. 23 મેના રોજ ઝોનલ સમિતિએ નક્કી કરેલ આખરી ફી સામે શાળા રાજયકક્ષાની ફી રિવીઝન સમિતિને રજૂઆત કરી શકશે. 20 જૂન ના રોજ ફી રિવીઝન સમિતિ ફી અંગે આખરી નિર્ણય કરશે. ફી નો આખરી નિર્ણય સુપ્રિમ કોર્ટના આદેશ બાદ જ કરી શકાશે.