બ્રિજેશ દોશી/ગાંધીનગર :ખેતી બેંકમાંથી લોન લેનાર ખેડૂતો અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમની લોનની રકમ બાકી હોય તેમાં માં 25% રકમ ભરવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રીને ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને રજૂઆત કરી છે. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતી બેંક સાથે જોડાયેલા 50 હજાર જેટલા ખેડૂતોને 150 કરોડ રૂપિયાની રાહત મળશે. એટલે કે હવે ખેડૂતોએ બાકી રકમમાંથી 25 ટકા રકમ જ ભરવાની રહેશે.


તેમણે કહ્યું કે, ખેતી બેંકમાં જેમની લોન બાકી હોય તેમને 25 ટકા રકમ ભરવાની યોજનાને મંજૂરી મળી છે. મંજૂરી મળતા 50 હજાર ખેડૂતોને ફાયદો થશે.