ઉત્તર ગુજરાતના લોકોની સમસ્યાનો અંત આવશે, આ વિસ્તારમાં આવી રહ્યો છે હાઇસ્પીડ કોરિડોર
New Bridge For North Gujarat : સરસ્વતી નદી પર બનશે નવો મેજર બ્રિજ... અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઇસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવા બનશે બ્રિજ... મુખ્યમંત્રીએ બ્રિજ નિર્માણ માટે રૂ.145 કરોડની ફાળવવાની મંજૂરી આપી
Gandhinagar News : અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવા સરસ્વતી નદી પર નવો મેજર બ્રિજ બનશે. મુખ્યમંત્રીએ બ્રિજ નિર્માણ માટે રૂ. ૧૪૫ કરોડ ફાળવવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં મહેસાણા-ઊંઝા-સિધ્ધપુર-પાલનપુર સ્ટેટ હાઇવે પર સિધ્ધપુર તાલુકાની સરસ્વતી નદી પર નવા ફોર લેન મેજર બ્રિજ નિર્માણ માટે ૧૪૫ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે.
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી, આ તારીખોએ તૂટી પડશે વરસાદ
સરસ્વતી નદી પરનો હયાત ટુ લેન બ્રિજ ૧૯૫૯માં બનાવવામાં આવેલો છે. એટલું જ નહીં, વધતા જતા વાહન વ્યવહારને પહોંચી વળવા સાંકડા પૂલની જગ્યાએ સિક્સ લેન રોડને અનુરૂપ જુના ફોર લેન બ્રિજની જમણી તરફ આ નવો ફોર લેન મેજર બ્રિજ નિર્માણ પામશે.
આ બ્રિજનું નિર્માણ થતાં ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વિસ્તારને સમય અનુરૂપ સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઝડપી અને સલામત રસ્તાની સુવિધાઓ પણ મળતી થશે.
ભરૂચ હાઈવે બન્યો લોહીયાળ, ટ્રકમાં ઈકો કાર ઘૂસતા એકસાથે 6 ના દર્દનાક મોત, પતરા કાપી મૃતદેહ બહાર કઢાયા