બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાત સરકાર આ કર્મચારીઓને આપશે દિવાળી બોનસ, જાણો શું કરી જાહેરાત
Big Announcement : રાજ્ય સરકારના વર્ગ 4નાં કર્મચારીઓને દિવાળીની ભેટ... કર્મચારીઓને 7 હજારની મર્યાદામાં બોનસ ચૂકવાશે... આશરે 21 હજારથી વધુ કર્મચારીઓને મળશે લાભ
Gujarat Government : દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર સરકારી કર્મચારીઓના હિતમાં મોટા નિર્ણય લઈ રહી છે. ગુજરાત સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળી બોનસની જાહેરાત કરી છે. કર્મચારીઓને રૂા.૭૦૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે. રાજ્ય સરકારના કર્મચારીઓ સહિત બોર્ડ નિગમના અદાજે ૨૧,૦૦૦ થી વધુ કર્મીઓને તેનો લાભ મળશે.
આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે તેમ નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે, પ્રધાનમંત્રીના ગરબા પર 1 લાખ લોકો કરશે ગરબા
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૭૦૦૦ ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે.આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ ઇન એઇડ (માન્યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-૪ ના અદાજે ૨૧,૦૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.
આદિવાસી સમાજ પર આપત્તિજનક ટિપ્પણી કરીને ભેરવાયા જેઠાલાલ, માંગવી પડી માફી