બોર્ડની પરીક્ષામાં સરકારે કર્યા મોટા ફેરફાર : બે વાર લેવાશે ધોરણ-12 સાયન્સની પરીક્ષા
Education System : ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો ચાલુ વર્ષથી અમલ... ધો.10/12માં હેતુલક્ષી પ્રશ્નો વધ્યા... પૂરક પરીક્ષા અંગે પણ મોટો નિર્ણય... ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા બેવાર લેવાશે
Board Exam Date : નવી શિક્ષણ નીતિ અન્વયે CM ભૂપેન્દ્ર પટેલની સરકારે બોર્ડની પરીક્ષા અંગે મોટા નિર્ણયો લીધા છે. જે અંતર્ગત ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા બેવાર લેવાશે. આ વખતે પરીક્ષા પદ્ધતિ પણ સાવ નવી હશે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માટે મોટા ફેરફાર કરાયા છે. પરંતુ ધોરણ 12ની સાયન્સ બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે. માર્ચની બોર્ડ પરીક્ષા બાદ જુલાઈમા બે વિષયની પૂરક પરીક્ષાને બદલે તમામ વિષયોને 12 સાયન્સ બોર્ડની પરીક્ષા થશે. જોકે, આ બાદ બંને પરીક્ષામાંથી જે બેસ્ટ પરિણામ હશે, તેને ધ્યાનમાં લેવાશે. જ્યારે કે, ધોરણ-10 ની પૂરક પરીક્ષા બેને બદલે ત્રણ અને ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા એકને બદલે બે વિષય માટે લેવાશે. સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાઓની પેટર્નમાં પણ મોટો બદલાવ કરવામા આવ્યો છે, તે મુજબ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારી દેવાયું છે.
બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું છે. પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ અપાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પરીક્ષા લેવાશે.
બ્રેકિંગ ન્યૂઝ : બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખે શરૂ થશે ધોરણ 10-12ની પરીક્ષા
ધોરણ 10મા અનુત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે ની જગ્યાએ ત્રણ વિષયની પૂરક પરિક્ષા આપી શકશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પૂરક પરિક્ષા જૂન જૂલાઈ માસમાં યોજાશે. ધોરણ ૧૦-૧૨ મા હેતુલક્ષી પ્રશ્નોનું નું પ્રમાણ ૨૦ ટકા થી વધારી ૩૦ ટકા કરાયું તો જૂન અને જુલાઈમાં તમામ વિષયોની પૂરક પરીક્ષા લેવાશે. ધોરણ 10માં નાપાસ થનાર માટે 3 વિષયની પૂરક પરીક્ષા લેવાશે. સામાન્ય પ્રવાહમાં નાપાસ થનાર માટે 2 વિષયની પૂરક પરીક્ષા લેવાશે.
આ ઉપરાંત ધોરણ 10-12માં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 30 ટકા કરાયું છે. વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 80 ટકાના બદલે 70 ટકા રહેશે. વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ રહેશે. ધોરણ-12 સાયન્સના તમામ વિષયોની પુન:પરીક્ષા જૂન-જુલાઈમાં લેવાશે.
વિયેતનામ ફરવા ગયેલા 157 ગુજરાતીઓને બંધક બનાવાયા, ભારતીય દૂતાવાસ આવ્યું મદદે
ફોર્મ ભરતા પહેલાં પોતાના નામ-અટકમાં કરાવી શકશે સુધારો
ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરાવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહી છે. બોર્ડની પરીક્ષાના ફોર્મમાં વિદ્યાર્થીઓના નામ, પિતાનું નામ, અટક, જાતિ વગેરે વિગતો લખવામાં આવે છે. તેમાં જો કોઈ ભૂલ હોય તો પરીક્ષાની હોલ ટિકિટ અને માર્કશીટ પણ તે જ ખોટા નામ કે અટક સાથે આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલી થાય છે. સ્કૂલના રજિસ્ટરમાં ચડી ગયેલા નામ કે અટકમાં સુધારો કરવા માટેની ઘણી અરજીઓ DEO કચેરી ખાતે આવતા ડીઈઓ દ્વારા વિદ્યાર્થીઓના નામ કે જાતિ કે અટકમાં સુધારા માટે કેમ્પ યોજવામાં આવશે. આ કેમ્પ 4 દિવસ માટે અમદાવાદની ચાર સ્કૂલોમાં યોજાશે.
10 દિવસમા ત્રીજીવાર ઘટ્યા સિંગતેલના ભાવ, આજે 20 રૂપિયાનો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ