અન્નપૂર્ણા યોજના માટે સરકારનો મોટો નિર્ણય, ગુજરાતના 29 સેન્ટર પર 5 રૂપિયામાં ભોજન મળશે
Shramik Annapurna Yojana : આજથી રાજ્યમાં અન્નપૂર્ણા યોજનાના વધુ 29 કેન્દ્રો ખુલશે... અગાઉ ઓક્ટોબર મહિનામાં 22 કેન્દ્ર ખોલવામાં આવ્યા હતા... આ યોજના હેઠળ 5 રૂપિયામાં શ્રમિકોને ભોજન આપવામાં આવે છે
Shramik Annapurna Yojana : બુધવારે કેબિનેટમાં લેવાય નિર્ણય મુજબ આજે અમદાવાદ ખાતે 28 અને ગાંધીનગર ખાતે એક એમ કુલ 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી છે. સમાજના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચે અને જરૂરિયાત ધરાવતો દરેક વ્યક્તિ તેનો મહત્તમ લાભ લઈ શકે અને આ રીતે અંત્યોદય ઉદ્ધારનો આપણો સંકલ્પ પ્રાપ્ત કરવા માટે વધુ એકદમ વધારી શકાય તે હેતુથી રાજ્યના મક્કમ અને મૃદુભાસી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની આગેવાની હેઠળ લેવાય નિર્ણયનો આજથી અમલ શરૂ કર્યો છે. આ તમામ કેન્દ્રો ઉપર આવનાર શ્રમિક પોતાનું ઈ નિર્માણ કાર્ડ લઈ આવશે અને તેનો ક્યુ આર કોડ સ્કેન કરાવી પોતાના ટિફિનમાં કે જમવા માટે રૂપિયા પાંચમા ટોકન ટોકન દરે તેને અને તેના પરિવારને એક સમયનું ભોજન પૂરું પાડવામાં આવશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં બંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે કાર્યરત શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સેવાઓનું વિસ્તરણ કરીને આવતીકાલ તારીખ ૨૯-૧૨-૨૦૨૨ થી રાજ્યમાં વધુ નવા ૨૮ જેટલા કડિયાનાકા પર આ સુવિધાનો શુભારંભ કરાવવામાં આવશે. આમ હવે રાજ્યના કુલ ૫૧ કડિયાનાકા – વિતરણ કેન્દ્રો પર આ યોજનાની સેવાઓ ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રીના સક્ષમ નેતૃત્વ અને શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાતના બાંધકામ શ્રમિકો માટે પોષણયુક્ત ભોજન મળી રહી તેવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલ શ્રમિક અન્નપૂર્ણા યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ માત્ર રૂ. 5/- ના નજીવા દરે સાત્વિક અને પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઈ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી થાય છે અને ૧૫ દિવસ સુધી ભોજન મેળવી શકે છે. ઈ-નિર્માણ કાર્ડ ઈશ્યુ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે. બાંધકામ સાઈટ પર 50 થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને બાંધકામ સાઈટ પર જ ડિલિવરી મળી રહે તે માટેની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ 29 કડીયાનાકા પર માસિક ૭૫ હજાર જેટલા ભોજન વિતરણ થશે. આ અગાઉ અમદાવાદના 19 કેન્દ્રો અને ગાંધીનગરના ત્રણ કેન્દ્રો ઉપર આ યોજના ચાલુ હતી અને આજે અમદાવાદના 28 કેન્દ્રો અને ગાંધીનગરના એક કેન્દ્ર એમ કુલ મળીને 51 કેન્દ્રો ઉપર હાલ આ યોજના કાર્યરત રહેશે
તારીખ 8 ઓક્ટોબર, 2022 થી આજ દિન સુધી 1.83 લાખ કરતા વધારે શ્રમિકો દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત ભોજન લેવામાં આવેલ છે. શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત 2017 થી અત્યાર સુધી કુલ 1.16 કરોડ જેટલા ભોજન વિતરણ થયા છે.
જરૂરિયાત ધરાવતા મહત્તમ લોકો આ યોજનાનો લાભ લે અને તેમને કમસેકમ એક ટાઈમનું પૌષ્ટિક ભોજન મળી રહે તેઓ શુભ આશય આ યોજના હેઠળ છે.
આ યોજનાના નિયંત્રણ અને સંચાલન માટે પોર્ટલ બનાવેલ છે. સદર પોર્ટલમાંથી જ બાંધકામ શ્રમિકોને ટોકન આપવામાં આવે છે. તેનું પોર્ટલ સી.એમ. ડેશબોર્ડ અને જન સંવાદ સાથે ઈન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં રાજ્યના વિવિધ મહાનગરોમાં શ્રમિક અન્નપુર્ણા યોજના હેઠળ નવા કેન્દ્ર શરૂ કરવાનું આયોજન પણ વિચારણા હેઠળ છે.