ખેડૂતોના ઝોળીમાં આવી મોટી ખુશખબરી : વીજળી માટે સરકારની મોટી જાહેરાત
Gujarat Government Big Decision For Farmers : નવા વર્ષે ગુજરાતના ખેડૂતોની સમસ્યાનો અંત આવશે, રાતે ખેતરે કામ કરવા જવાના કિસ્સાઓ હવે ઈતિહાસ બનશે
Gujarat Government Big Decision For Farmers : વિધાનસભાના સત્રનો આજે 13મો દિવસ છે. જેમાં નાણાં,ઉર્જા પેટ્રોકેમિકલ,જળ સંપત્તિ, પાણી પુરવઠા અને સહકાર વિભાગના પ્રશ્નો પર થશે ચર્ચા થઈ. તો આજથી સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. બીજી તરફ, સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા મામલે કોંગ્રેસે વિપક્ષની બેઠક બોલાવી હતી. આ વિધાનસભાના સત્રમાં ખેડૂતોની સમસ્યા પર અનેક ચર્ચાઓ થઈ. ત્યારે વિધાનસભામાં આજે સરકારે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરી છે. ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ ગૃહમાં જાહેરાત કરી કે, આગામી બે વર્ષ સુધી રાજ્યમાં ખેડુતોને દિવસે વીજળી આપી શકાશે. આવતા બે વર્ષમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ થશે.
હાલ વિવિધ મુશ્કેલીઓ વચ્ચે જીવી રહેલા ગુજરાતના ખેડૂતો માટે આ સમાચાર રાહતના છે. માવઠાના માર વચ્ચે ખેડૂતોને હવે એક સારા સમાચાર માળ્યા છે. આજે ગુજરાત વિધાનસભામા ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું કે, હયાત ફીડરમાં દિવસે વીજળી માટે ક્ષમતા ઓછી છે. તેથી ખેડૂતોને ખેતી માટે દિવસે વિજળી આપવા માટે ૧૫૯૦ કરોડનું બજેટ ફાળવાયું છે. જેથી આગામી બે વર્ષમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે.
કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા દ્વારા ખેડૂતોની વીજળીની સમસ્યા અંગે આ પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબમાં સરકારના ઉર્જા મંત્રીએ આ જાહેરાત કરી હતી.
રાતે જંગલી પ્રાણીઓનો ડર સતાવે છે
જિલ્લાના કેટલાક ગામોમાં ખેડૂતોને રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી વીજળી આપવામાં આવે છે જેથી દિવસે પાણી ન મળતા આવી ખેડૂતોને રાત્રિ દરમિયાન ખેતરોમાં પિયત કરવા જવું પડે છે. હાલમાં ઉનાળુ પાકની સીઝન ચાલી રહી છે ખેડૂતોએ આ વખતે શાકભાજી સહિત એરંડા, બાજરી, ધઉં, ધાસચારા સહિત અનેક પાકોનું વાવેતર કર્યું છે ત્યારે હાલમાં આ પાકોને પાણી આપવું જરૂરી હોય છે ત્યારે રાત્રિ દરમિયાન પાણી મળતા પિયત કરવું પડે છે અને પિયત કરતા ખેડૂતોને જંગલી પ્રાણીઓનો ડર સતાવે છે. રાત્રિ દરમિયાન ખેડૂતોને વીજળી આપવામાં આવતા ખેડૂતો રાત્રિ દરમિયાન એકલા ખેતરમાં જઈ પણ શકતાં નથી, ખેડૂતો એક ટોળકી બનાવી અને એક બાદ એક ખેતરમાં પિયત કરે છે. ખેડૂતો સાથે અત્યાર સુધી અનેક બનાવો પણ બની ચૂક્યા છે કોઈક દિવસ જંગલી પ્રાણીઓ પરેશાન કરે તો કો કોઈક દિવસ ખેડૂતો પરેશાન થાય છે. હાલમાં ખેડૂતોની એકજ માંગ છે કે તેમને દિવસે વીજળી આપવામાં આવે જેથી તેઓ દિવસે પિયત કરી શકે.