Gujarat Government : ગુજરાત સરકારે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો આવ્યો છે. રાજ્યની સ્વનિર્ભર ( નોન ગ્રાન્ટેડ) માધ્યમિક શાળાઓમાં અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થી દીઠ 7500 સહાય શાળાને આપવામાં આવતી હતી. ત્યારે હવે સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને શાળાઓને મોટો ફટકો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યની સ્વનિર્ભર માધ્યમિક શાળામાં અપાતી પ્રોત્સાહન આર્થિક સહાય યોજના બંધ કરાઈ છે. શાળાને વિદ્યાર્થી દીઠ 7500 રૂપિયા આપવામાં આવતા હતા. પરંતું ચકાસણીમાં આ યોજનામાં અનેક ગેરરીતિ સામે આવી હતી. જેથી તેને બંધ કરવાની પણ માંગ ઉઠી હતી. આ બાબત સરકારમાં વિચારણા હેઠળ હતી, જે અંગે હવે નિર્ણય લેવાયો છે. સરકારે ગેરરીતિ સામે આવતા આ યોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો છે. 


કિલર હાર્ટએટેક : બે દિવસમાં 21 ના હાર્ટએટેકથી મોત, નદી પર કપડા ધોતી મહિલાનો જીવ ગયો


જોકે, સરકારે માત્ર શાળાને અપાતી યોજના બંધ કરી છે, પરંતુ વિદ્યાર્થીઓને તો સહાય મળશે જ. હવે નવી યોજનામાં આ સહાય ડાયરેક્ટ વિદ્યાર્થીઓને મળશે. સરકારે વચ્ચેથી શાળાઓને હટાવી દીધી છે. ગુજરાત સરકાર નવી સ્કોલરશિપ અંતર્ગતની આ સહાય સીધી વિદ્યાર્થીના ખાતામાં જમા થશે. આ સહાય માટે હવે શાળા માધ્યમ નહિ બને. 


ઉલ્લેખનીય છે કે, આ યોજનામાં રાજયમાં ચાલતી અનુદાન વગરની બિન સરકારી માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની ગુણવત્તા, શાળાના શૈક્ષણિક સ્ટાફની લાયકાત અને શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓ માટેની સુવિધામાં વધારો થાય અને એકંદરે શિક્ષણનું સ્તર સુધરે ઊંચુ આવે તે માટે સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને પ્રોત્સાહક આર્થિક સહાય મંજૂર કરવાની નીતિ નિયત કરવામાં આવી હતી. 


અંબાલાલ પટેલની આગાહી : તેજ વાવાઝોડાએ ભયાનક રૂપ ધારણ કર્યું, ગુજરાત પર થશે મોટી અસર