સરકારી કર્મચારીઓના હિત માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વંદે ભારત ટ્રેનમાં મુસાફરી માટે મળશે આ ફાયદો
Gujarat Government Big Decision : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક હિત નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે.
Government Employees Offer : રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ રજા પ્રવાસનો લાભ હવે વંદે ભારત ટ્રેનમાં પણ લઈ શકશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓને રજા પ્રવાસ અને એલટીસીનો લાભ ચાર વર્ષે મળવાપાત્ર થાય છે. ચાર વર્ષે 6000 કિલોમીટર ની મર્યાદામાં રજા પ્રવાસ કે આઈટીસીનો ઉપયોગ કરી શકે છે. હવે આ રજા પ્રવાસ કે એલટીસીના ઉપયોગમાં વંદે ભારત ટ્રેનનું ભાડું પણ માન્ય ગણાશે. એલટીસીના બ્લોક 2020 થી 2023 શરૂઆતથી જ રજા પ્રવાસ રાહત માટે વંદે ભારતની મુસાફરીનો સમાવેશ કરાયો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી/વતન પ્રવાસનો લાભ ૬૦૦૦ કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે.
ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી : 10 જિલ્લાઓને હવામાન વિભાગની મોટી ચેતવણી
ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારનાં કર્મચારીઓ દ્વારા તેમને મળતા આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના વ્યાપક હિતમાં આ સંદર્ભમાં ઉદાર વલણ અપનાવીને એલ.ટી.સી. બ્લોક-૨૦૨૦-૨૩ની શરૂઆતથી રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારનાં પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહત દરમ્યાન આ નિર્ણયનો લાભ મળશે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં નાણા વિભાગ દ્વારા આ અંગેના ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવશે.
હું અને ઐશ્વર્યા તલાક લઈ રહ્યાં છે... બચ્ચન પરિવારમાં છુટાછેડાની અફવા વચ્ચે મોટુ થયુ