E-detection Project : જો તમારા વાહનના પીયુસી, ટેક્સ, વીમો, પરમીટ કે ફીટનેસ સહિતના ટેસ્ટ કે ડોક્યુમેન્ટ્સ કરાવવાના બાકી હશે, તાત્કાલિક અસરથી કરાવી લેજો. કારણ કે, ગમે ત્યારે તમારા નામે ચલણ ફાટી શકે છે. કારણ કે, વાહન વ્યવહાર વિભાગ ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ અંતર્ગત ઓટોમેટિક ઈ-ચલણ સિસ્ટમ લાવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓટોમેટિક ઈ-ચલણ શું છે
વાહનના પીયુસી, ટેક્સ, વીમો, ફિટનેસ, પરમિટ જેવા પુરાવા ન હોય તો ટોલ પ્લાઝા પરથી વાહન પસાર થશે તો તેનું સ્કેનીંગ થશે અને આપોઆપ ઈ-ચલણ ઈશ્યુ થઈ જશે. હવે વાહન વ્યવહાર વિભાગ એવી સિસ્ટમ લાવી રહ્યું છે કે, ટોલ પ્લાઝામાંથી વાહન પસાર થતાની સાથે જ ઓટોમેટિક ઈ ચલણથી જાણ થઈ જશે. છેલ્લા કેટલાક સમયથી એવુ જોવા મળ્યુ છે કે દસ્તાવેજો હોવા છતાં કમર્શિયલ અને ખાનગી વાહનો રસ્તા પર દોડતા હોય છે. ત્યારે આવા કિસ્સામાં આ ઓટોમેટિક ઈ-ચલણ અમલમાં મૂકાયું છે. 


ગુજરાતના 13 જિલ્લાઓમાં પહોંચ્યો મોતનો વાયરસ, 15 બાળકોને ભરખી ગયો


સૌપ્રથમ અમદાવાદમાં લાગુ થશે
પ્રથમ તબક્કામાં આ પ્રોજેક્ટ અમદાવાદમાં લાગુ કરવામાં આવશે. અમદાવાદની અઢી લાખ સહિત રાજ્યના 10 લાખ કમર્શિયલ વાહનોને સીધી અસર થશે. 


કયા વાહનોને લાગુ થશે આ સિસ્ટમ
પ્રથમ તબક્કામાં ટ્રક, ગુડ્સ, ખાનગી બસ સહિત તમામ કમર્શિયલ વાહનોનો સમાવેશ કરાયો છે. આ વાહનોના કોઈ પણ પુરાવા બાકી હશે તો તાત્કાલિક ઈ-ચલણ જનરેટ થઈ જશે. 


વાહન ચાલકોએ આ ઈ-ચલણ તાત્કાલિક અસરથી ક્લિયર કરી દેવા પડશે. આરટીઓમાં જઈને પણ ઈ-ચલણ ભરી શકાય છે. આ માટે e.parivahan ની વેબસાઈટ પર જઈને ઈ-ચલણ ચેક કરવું. વાહનનો નંબર લખતા તમારું ચલણ કેટલું છે તે માલૂમ પડી જશે. સાથે જ વેબસાઈટ પર જઈને નેટ બેન્કિંગ, યુપીઆઈ, વોલેટ કે ડેબિટ કાર્ડથી પણ તેને ભરી શકાય છે. 


ગુજરાત પર આવશે મોટું સંકટ, ધોધમાર વરસાદ માટે છેક ઓગસ્ટની રાહ જોવી પડશે, અંબાલાલની આગ