ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાત : આ સારવારની આખેઆખી રકમ સરકાર ચૂકવશે, એકપણ રૂપિયો આપવો નહિ પડે
Gujarat Government Big Announcement : સરકાર વિનામૂલ્યે કરાવી આપશે કોકલિયર ઇમ્પ્લાન્ટ, અગાઉ આવા લાભાર્થી પાસેથી કુલ ખર્ચના ૧૦% ફાળો લેવાતો હતો જે હવે સંપૂર્ણપણે નિ:શુલ્કપણે કરવાનો સરકારે નિર્ણય કર્યો
Cochlear Implants for Hearing : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના બાળકોમાં થતી કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી બાદ પ્રોસેસર બદલવા સંદર્ભે વિધાનસભામાં નિયમ-૪૪ હેઠળ મહત્વની જાહેરાત કરી. જે બાળકોનું સરકાર તરફથી વિનામુલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને કેટલાક કારણોસર આ પ્રોસેસર બગડી ગયું હોય, તૂટી ગયું હોય, ખામી સર્જાઇ હોય કે બંધ પડી ગયું હોય તેવા કિસ્સામાં કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામુલ્યે બદલી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
રાજ્યમાં હાલ રાજ્યમાં ૧૩૬૫ જેટલા બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસસર કીટ બદલવા માટે Identify કરાયા છે . જે પૈકી ચાલુ વર્ષે ૭૦૦ જેટલા બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ એક્ષ્ટર્નલ પ્રોસેસર બદલવાની તાકીદે જરૂરિયાત જણાઇ આવી છે.
- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની વિધાનસભા ગૃહમાં મહત્વની જાહેરાત
- જન્મજાત બહેરા ધરાવતા બાળકો માટે મહત્વની જાહેરાત
- કોકલેયર ઈમ્પ્લાન્ટના ઓપરેશનમાં 100 સહાય આપવામાં આવશે
આ છોકરો છે ભવિષ્યનો અંબાણી-અદાણી! એકલા હાથે ઉભી કરી 9,800 કરોડની કંપની, ગુજરાત સાથે કનેક્શન
હવે આખેઆખી રકમ સરકાર ચૂકવશે
ગૃહમાં નિયમ ૪૪ હેઠળ જાહેર અગત્યની બાબત અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ જાહેરાત કરી છે. અગાઉ સરકાર દ્વારા કોકલેયર ઈમ્પ્લાન્ટની મશીનરી માટે 90 ટકા સરકાર અને 10 ટકા વાલી દ્વારા ચૂકવવામાં આવતા હતા. શાળા આરોગ્ય ચકાસણી હેઠળ 7 લાખ ના ખર્ચે કોકલેયર ઈમ્પ્લાન્ટના ઓપરેશન કરવામાં આવે છે. જેમાં મશીનના પાર્ટ બગડી જવા કે ખોવાઈ જવાના કિસ્સામાં 10 ટકા રકમ વાલી દ્વારા આપવી પડતી હતી. હવે સમગ્ર રકમ સરકાર દ્વારા ચૂકવામાં આવશે.
અગાઉ આવા લાભાર્થી પાસેથી કુલ ખર્ચના ૧૦% ફાળો લેવાતો હતો જે હવે સંપૂર્ણપણે નિ:શુલ્કપણે કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. એક પ્રોસેસર બદલવા અંદાજીત રૂપિયા 5 લાખનો ખર્ચ થાય છે. આ વર્ષે પ્રાથમિક તબક્કે રાજ્યના અંદાજીત ૭૦૦ જેટલા બાળકોને રૂ. ૩૫ કરોડના ખર્ચે પ્રોસેસર બદલી આપવામાં આવશે.
રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કોકલિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશનનો અંદાજિત ખર્ચ રૂ. ૭ લાખ જેટલો થાય છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૩૧૬૩ બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન માટે અંદાજીત રૂ. ૨૨૧ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
એક વખત કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કર્યા બાદ બાળકને ૧૦૦ સ્પીચ થેરાપીના સેશન સહિતની ગુણવત્તાસભર સારવાર પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાય છે.
સુપર સ્પેશ્યાલિટી સારવાર માટે અમદાવાદ ખાતે રીફર થતા શાળા આરોગ્ય કાર્યક્રમના તમામ બાળ લાભાર્થીઓને તેમના રહેઠાણથી આરોગ્ય સંસ્થા સુધીનું જવા આવવાનું મુસાફરી ભથ્થુ ,એસ.ટી. ના ભાવ મુજબ આપવામાં આવે છે.