મંત્રીજીનો અનોખો અંદાજ! કેમ અચાનક માઈક લઈને સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા મંત્રીજી?

ઝી બ્યૂરો, વડોદરાઃ સામાન્ય રીતે રિપોર્ટર કે એન્કર પત્રકાર તરીકે મંત્રી-સંત્રીઓને પ્રશ્નો પૂછીને તેમના ઈન્ટરવ્યૂ લેતા હોય છે. પણ અહીં તો સાવ જુદાં જ દ્રશ્યો જોવા મળ્યાં. સામાન્ય રીતે મંત્રીઓ સ્ટેજ પર ભાષણ આપતા હોય છે. પરંતુ આ વખતે મંત્રીજીને અચાનક કંઈક ઉત્સુકતા જાગી અને તેઓ સ્ટેજ પરથી નીચે ઉતરી લોકો વચ્ચે પહોંચ્યા ગયા. અમે વાત કરી રહ્યાં છીએ ગુજરાત સરકારના માર્ગ મકાન અને સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્માની.
માર્ગ અને મકાન વિભાગના મંત્રી જગદીશ વિશ્વકર્માનો નવો અંદાજ વડોદરાવાસીઓ સમક્ષ જોવા મળ્યો. તેઓ હાથમાં માઇક લઇને લોકોની વચ્ચે પહોંચ્યા અને કહ્યું કે, મારે એ જાણવું છે કે, વડોદરાની અંદર એવો શું જાદુ કર્યો છે કે તમને બધાને નરેન્દ્રભાઈ આટલા બધા ગમે છે. મંત્રીએ લોકો સાથે વનટુવન વાત કરી.
એટલું જ નહીં સહકાર મંત્રીએ ત્યાં હાજર લોકોને અનેક સવાલો કર્યો. મંત્રીજીએ લોકો પાસ પાસે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ પણ બોલાવડાવી. અને આ તરફ લોકોએ બહોળા પ્રતિસાદ સાથે વિવિધ કામોની યાદી રજૂ કરી. મંત્રી જગદીશ વિશ્વકર્મા સંસ્કારી નગરી વડોદરામાં રોડના ખાતમુહૂર્તના પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે તેમણે રોડ રસ્તાની સાથો-સાથ શહેરના વિકાસની પણ વાત કરી હતી.