Big Breaking : કેન્સલ થયું વિદ્યાર્થીઓનું નવરાત્રિનું વેકેશન
ગુજરાતની શાળાઓમાં નવરાત્રિના વેકેશનને ચાલી રહેલી ચર્ચાઓનો આખરે અંત આવ્યો છે. રાજ્ય સરકારે નવરાત્રિનું વેકેશન રદ કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે જૂન મહિનાથી શરૂ થઈ રહેલ શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને નવરાત્રિનું વેકેશન આપવામાં નહિ આવે.
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતની શાળાઓમાં નવરાત્રિના વેકેશનને ચાલી રહેલી ચર્ચાઓનો આખરે અંત આવ્યો છે. રાજ્ય સરકારે નવરાત્રિનું વેકેશન રદ કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે જૂન મહિનાથી શરૂ થઈ રહેલ શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને નવરાત્રિનું વેકેશન આપવામાં નહિ આવે. તો બીજી તરફ, દિવાળીનું વેકેશન અગાઉની જેમ 21 દિવસનું રાબેતામુજબ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 2018માં જ નવરાત્રિનું વેકેશન આપવાની શરૂઆત કરી હતી. જેના બીજા જ વર્ષે નવરાત્રિના વેકેશન કેન્સલ કરવાની હાલ શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરાઈ છે.
વોટરપાર્કમાં જમતી વખતે સાવધાન, તમારી સાથે પણ થઈ શકે છે આવું
આ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, કેબિનેટમાં નિર્ણય લેવાયો છે કે ઉનાળાનું વેકેશન લંબાવાનું નથી. બીજો નિર્ણય લેવાયો છે કે, કેબિનેટમાં ચર્ચાવિચારણના અંતે આવેલી રજૂઆતના અંતે હવે નવરાત્રિ વેકેશન નહિ આપવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ ખાડે ગઈ, ઈન્જેક્શન આપતા મહિલાના હાથ પર પડ્યું પ્રવાહી
ઉનાળાનું વેકેશન પણ લંબાવાનું નથી
વેકેશન બાદ રાજ્યભરની શાળાઓ 10 જૂનના રોજ શરૂ થવાની છે. પરંતુ 10 જૂનને બદલે 17 જૂનના રોજ શાળા શરૂ કરવાની માંગ ઉઠી હતી. રાજ્યની શાળાઓમાં વેકેશન એક સપ્તાહ લંબાવવા દરખાસ્ત કરવામાં આવી હતી. જેના માટે ગરમી અને સુરત આગકાંડ બાદ કરાયેલા ડિમોલિશનનું કારણ ધરવામાં આવ્યું હતું. આ માટેની દરખાસ્ત રાજ્યના શિક્ષણ મંત્રીને મોકલી દેવામાં આવી હતી. આજે મળેલી કેબિનેટની બેઠકમાં સ્કૂલોનું વેકેશન ન લંબાવવાનો નિર્ણય લેવાયો છે. તેથી સ્કૂલો પણ રાબેતામુજબ 10 જૂનના રોજ જ શરૂ થશે તેવું શિક્ષણંત્રી દ્વારા જણાવાયું છે.