હિતલ પારેખ/ગાંધીનગર :આજે ગુજરાત સરકારનું વર્ષ 2020-21ના નાણાંકીય વર્ષનું બજેટ (Gujarat Budget 2020) રજૂ થયું છે. જેમાં ગરીબ વર્ગથી લઈને ખેડૂત વર્ગ, મહિલાઓ માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે. તો ગુજરાતના નાગરિકોના માથા પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ન નાંખીને રૂપાણી સરકાર ફેવરિટ બની ગઈ છે. પરંતુ બજેટ બાદ સરકાર દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી જે જાણીને ખુશ થઈ જવાશે. આગામી બજેટમાં પર્યાવરણ (save environment) બચાવવા માટે બજેટની પ્રિન્ટેડ કોપીઓ છાપવાનો નિર્ણય લેવાયો છે. કાગળનો બચાવ કરવા માટે ધારાસભ્યોને ડિજીટલ કોપી આપવામાં આવશે. આમ, ગો ગ્રીન (Go Green) સંદર્ભે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. વિધાનસભા ગૃહમાં નાણામંત્રી નીતિન પટેલે (Nitin Patel) તેની જાહેરાત કરી હતી.


લાખ પ્રયાસો છતાં આખરે ટ્રમ્પ-મોદીના રોડ શોમાં વચ્ચે આવી ગયું હતું કૂતરું... પછી તો....