ઝી મીડિયા/બ્યૂરો :મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સિરામીક ઊદ્યોગોને ગેસ બિલ (gas bill) માં 16 ટકાની રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેથી કોરોના કાળમાં સિરામિક (ceramic ) ઊદ્યોગને મોટી રાહત મળી છે. મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સિરામીક ઊદ્યોગકારોને ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. ર.પ૦ વધારાની રાહત અપાશે. અગાઉ રાજ્ય સરકારે આ ઊદ્યોગોને પ્રતિ SCM 2 રૂપિયાની બિલ રાહત આપી હતી. જેના બાદ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં વધારાના રૂ. ર.પ૦ની રાહતનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયને પરિણામે રાજ્યના સિરામીક ઊદ્યોગો વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટ કરી શકશે. એકસપોર્ટ વધારી શકશે અને વધુ રોકાણો આ ક્ષેત્રે મેળવી શકશે અને એકસપોર્ટ દ્વારા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ મેળવી શકશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ ભાજપમાં ‘નજર હટી તો દુર્ઘટના ઘટી’ જેવો માહોલ, હાર્દિક પટેલની છે ચાંપતી નજર  


ચાલુ વર્ષે કોરોનાના લાંબા લોકડાઉન બાદ હાલમાં બજારો તો ધમધમતી થઈ છે, પરંતુ આર્થિક મૂંઝવણના લીધે ઉદ્યોગ ધંધાને મોટો ફટકો પડ્યો છે. હાલ માર્કેટમાં કોઈપણ ઘરાકી જોવા મળતી નથી. જેના કારણે આ વર્ષે વેપારીનોની ધારણા મુજબનું વેચાણ થઈ નથી રહ્યું. ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગોને પણ ગ્રહણ લાગ્યું હતું. આવામાં સિરામિકના વેપારીઓ સરકાર તરફથી રાહતની આશા રાખીને બેસ્યા હતા. 


ભોળી જનતાને મૂર્ખ બનાવતી રાજકોટની ચિરાયુ હોસ્પિટલ, પરમિશન વગર કોરોના સારવાર કરતી હતી


હાલમાં આર્થિક મંદી તમામ વેપારી ઉદ્યોગમાં છે તે હકીકત છે, ત્યારે વિશ્વ કક્ષનો સિરામિક ઉદ્યોગ મોરબીમાં આવેલો છે અને તે ઉપરાંત નાના મોટા ઘણા કારખાનાઓ આવેલા છે. તેવા ઓદ્યોગિક શહેરમાં પણ જો મંદીની અસર જોવા મળી રહી હોય તો બીજા સેન્ટરોમાં કેવી પરિસ્થિતિ હશે તે વિચારવા જેવી વાત છે. મોટાભાગના વેપારીઓ સવારથી સાંજ સુધી તેમની દુકાનોમાં નવરાધૂપ જેમ બેઠા હોય છે અને કેટલાક વેપારીને તો બોણી પણ થતી નથી, જેથી વેપારીઓ ઉપર હાલમાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. 


રેલવે કર્મચારીઓ માટે આજીવન લડત આપનાર માહુરકર દાદાનું નિધન, સમયસર સારવાર ન મળતા કારમાં દમ તોડ્યો...