ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યની પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકારે નવી યોજનાની જાહેરાત કરી છે. જે મુજબ, ટ્યુબવેલ, સોલાર ઈલેકટ્રીકલ પેનલ, ગ્રીન ફોડર બેલર, ચાફકટર, ઇરિગેશન સિસ્ટમ, રેઇનગન કે સ્પ્રીન્કલર તથા પાણી માટેની પાઇપલાઇન માટે પાંજરાપોળને સરકાર દ્વારા સહાય મળશે.
 
રાજ્યના પાંજરાપોળ સંચાલકો-મહાજનોએ પાંજરાપોળમાં રાખરખાવમાં રખાયેલા પશુધનને ઘાસચારો મેળવવામાં ભારે મુશ્કેલીઓ પડતી હતી. આ અંગે પાંજરાપોળ દ્વારા વારંવાર સરકારમાં રજૂઆત કરવામાં આવતી હતી. જેનો સરકાર દ્વારા ત્વરિત નિર્ણય લેવાયો હતો. હવે, રાજ્યની આવી રજિસ્ટર્ડ પાંજરાપોળો પોતાની માલિકીની જમીનને ખેતીલાયક બનાવી પાણી, ખાતર અને બિયારણની ઉપલબ્ધતા દ્વારા પોતાની રીતે ઘાસચારો ઉગાડી તેમની પાંજરાપોળમાં નભતા પશુધનને પૂરો પાડી શકશે. 


આ પણ વાંચો : વાંદરાની આ તસવીર માટે ફેમસ ઉદ્યોગપતિએ રાખ્યું ઈનામ, જીતનારને મળશે કાર


પાંજપાપોળોને શુ શું સહાય મળશે


  • પોતાની માલિકીની જમીન ધરાવતી પાંજરાપોળો જ આ યોજનાનો લાભ લઈ શકશે  

  • ટ્યુબવેલ માટે રૂપિયા 10 લાખ સુધીની સહાય 1 થી 10 હેકટર જમીન ધરાવતી રજિસ્ટર્ડ પાંજરાપોળને મળી શકશે

  • સૌર ઉર્જાના ઉપયોગથી વીજ બિલમાં રાહતના અભિગમ સાથે સોલાર ઈલેક્ટ્રિક પેનલ માટે રૂ. 8 લાખની મર્યાદામાં સહાય

  • ચાફકટર માટે ૧.૨૫ લાખ સુધીની સહાય

  • ઉગેલા ઘાસની ગાંસડી બાંધી સ્ટોરેજ માટે ગ્રીન ફોડર  બેલર માટે મહતમ રૂપિયા રૂ. ૩.૫૦ લાખ સહાય, ૪ થી ૧૦ હેક્ટર જમીન ધરાવતી પાંજરાપોળોને અપાશે

  • સ્પ્રિન્કલર ઈરીગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ 5 લાખની સહાય

  • રેઈન ગન ઈરિગેશન સિસ્ટમ માટે રૂપિયા ૩૫ હજારથી.૧.૦૫લાખ સુધી સહાય

  • આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને લાભ મેળવી શકાશે


આ પણ વાંચો : હેલ્થ વર્કર્સની આપવીતી, ‘કોરોના આવ્યો ત્યારથી રજા નથી ભોગવી, 12-18 કલાક કામ કરીએ છીએ’