Gujarat Government Big Action : ખ્યાતિ મોતકાંડ બાદ PMJAY યોજનામાં સતત થઈ રહેલા નવા કૌભાંડોને પગલે ગુજરાત સરકારે એક્ટિવ બની છે. રાજ્ય સરકારે આ અંગે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. 92299 23005 આ નંબર પર આયુષ્માન કાર્ડમાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી જણાઇ તો જાણ કરવા આ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PMJAY યોજનાને લઈને સરકારે આજે મહત્વના સમાચાર પણ આપ્યા છે. PMJAY કાર્ડના એપ્રુવલ આપતી એજન્સીને બદલી દેવામા આવી. ક્રાઇમ બ્રાન્ચે એજન્સીનું આ સમગ્ર કૌભાંડ બહાર લાવી હતી. PMJAY કાર્ડને એપ્રુવલ આપવામાં ગેરરિતી કર્યા બાદ એજન્સીને બદલી દેવાઈ છે. 


તાજેતરમાં જાહેર કરી એસઓપી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ PMJAY યોજનાની નવી SOP જાહેર કરી છે. તાજેતરમાં થયેલા ખ્યાતિ જેવા કાંડ રોકવા સરકાર દ્વારા હોસ્પિટલો માટે નવી SOP જાહેર કરવામાં આવી છે. PMJAY હેઠળ એમ્પેનલ હોસ્પિટલ માટે વધુ કડક નિયમો બનાવાયા છે. કેટલાક નિયમોની વાત કરીએ તો, કાર્ડિયોલોજીની સેવામાં હોસ્પિટલોમાં ફુલ ટાઈમ ડોક્ટરો જરૂરી છે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય એવા સંજોગોમાં ફક્ત કારિયોલોજિસ્ટ સેવાઓ આપતા સેન્ટર એન્જો પ્લાસ્ટિક કરી શકશે. હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટિકની સીડી વિડીયોગ્રાફી અપલોડ કરવાની રહેશે. તેમજ વિડીયોગ્રાફી પણ કરવી પડશે. દર્દીઓ અને સગાની સંમતિ માટે લેખિતમાં અને વિડીયોગ્રાફી દ્વારા સંમતિ લેવી પડશે.


 


વડોદરા કમલમમાં જાહેરમાં તું તું મૈં મૈં, બે દિગ્ગજ નેતા જાહેરમાં બાખડ્યા