Gujarat Government : ગુનેગારો પર સકંજો કસતા પાસાના કાયદામાં ફેરફાર કરવામા આવ્યો છે. ગુજરાત સરકારે પાસા એક્ટ બાબતે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો પર રાજ્ય સરકારે અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (પાસા) હેઠળ અટકાયતના આદેશો પસાર કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ગુજરાત સરકારે પાસા માટેની નવી માર્ગદર્શિકા રજૂ કરી છે. નવી માર્ગદર્શિકામાં અનેક બાબતોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારે સંબંધિત અધિકારીઓને યોગ્ય ચકાસણી વિના આ કાયદાનો ઉપયોગ નહીં કરવાનો આદેશ પણ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુનાહિત ઈતિહાસ ચકાસો
નવી ગાઈડલાઈનમં અનેક પ્રકારના ઉલ્લેખ કરાયા છે. જેમાં જણાવાયું છે કે,ગુનાની આદત ન ધરાવતી વ્યક્તિ પર પાસાનો અમલ ટાળવો અને જથ્થામાં દારૂ ઝડપાવા પર બુટલેગર સામે પગલા લઈને ગુનાહિત ઈતિહાસ ચકાસવો. તેમજ જાતીય સતામણીના કેસમાં પાસાનો અમલ અવગણવો. ભાગવાના કે સહમતિથી સંબંધમાં પાસાને અવગણવો. જમીનના નવા કેસમાં ગુનોગારોનો ઈતિહાસ ચકાસ્યા બાદ અમલ કરવો.


વડોદરા પાલિકાની આધાર સિસ્ટમ બની ‘નિરાધાર’ : અઠવાડિયાથી લટકે છે આ નોટિસ


રોજ એસટી બસમાં મુસાફરી કરતા 25 લાખ જેટલા મુસાફરો માટે ગુડ ન્યૂઝ


સાથે જ તેમાં કહેવાયું છે કે, જે કેસ સમાધાન પર હોય, FIR રદ થઈ હોય તો પાસાનો કોઈ અર્થ નથી. નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દર મહિને પાસા અંગે બેઠક કરી અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે જેથી દરખાસ્તોનો ભરાવો થાય નહીં. 


ઉલ્લેખનીય છે કે, એડવોકેટ એચ.આર પ્રજાપતિ દ્વારા હાઈકોર્ટમાં આ મામલે એક અરજી દાખલ કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટે પાસાની નવી ગાઈડલાઈન બનાવવા આદેશ આપ્યો હતો. જસ્ટિસ એ.એસ સુપેહિયા અને જસ્ટિસ ડી.એ જોશીની ખંડપીઠે નોંધ્યું હતું કે, હાઈકોર્ટે છેલ્લા 2 વર્ષમાં આશરે 5 હજાર 500 પાસાના આદેશો રદ કર્યા છે.


ઈ-મેમો ભરવાનો બાકી હોય તો આજે જ ભરી દેજો, આ નવો નિયમ તમને ભારે પડી શકે છે


વોન્ટેડ સટ્ટાકિંગ જીતુ થરાદ કેવી રીતે પહોંચ્યો રાજભવન અને રાજ્યપાલ સાથે ભોજન લીધું?