Gandhinagar News : ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે. 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની 26 બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થશે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા મતદાનના દિવસે રજા જાહેર કરાઈ છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રજાની જાહેરાત કરાઈ છે. જેથી લોકસભા અને પાંચ વિધાનસભા પેટા ચૂંટણીમાં નાગરિકો મતદાન કરવા જઈ શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરાશે 
લોકસભા ચૂંટણીને લઈ ચૂંટણી પંચ તૈયારીઓ કરી રહ્યું છએ. લોકસભા ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચદ્વારા વિડીયો કોન્ફરન્સ આયોજિત કરાઈ છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડા સાથે ચૂંટણી પંચની વીડિયો કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સમાં રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા થશે. પોસ્ટલ બેલેટ, ચૂંટણીમાં રાજકીય પક્ષોની મંજૂરીઓ, કાયદો વ્યવસ્થા તથા ફ્લાઈંગ સ્ક્વોડની કામગીરી પર સમીક્ષા થશે. 


બેવડી આગાહી! ભયંકર ગરમી સાથે આ જિલ્લાઓમાં પડશે વરસાદ, અંબાલાલે તારીખ સાથે આપી ચેતવણી


વટ પડશે પણ વોટ જશે : રૂપાલા 5 લાખની લીડથી જીતશે પણ લાખો મત તૂટશે, ગામડા ગણિત તોડશે


 


[[{"fid":"542405","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"public_holiday_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"public_holiday_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"public_holiday_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"public_holiday_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"public_holiday_zee.jpg","title":"public_holiday_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ગાંધીનગરના અન્ય સમાચાર
રાજ્ય સરકારના સિનિયર ચાર આઈએસ અધિકારીઓ આગામી 26 એપ્રિલ સુધી ટ્રેનિંગમાં જતા હોવાના કારણે અન્ય સિનિયર આઈએએસ અધિકારીઓને ચાર્જ સોંપાયો છે. રાજ્યના ચાર સિનિયર આઈએએસ ટ્રેનિંગ પર મસુરી જશે. જેથી 4 આઈએએસ અધિકારીઓનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાયો છે. અંજૂ શર્મા, મોના ખંધાર, મમતા વર્મા તથા મુકેશ કુમાર ટ્રેનિંગ પર મસુરી જશે. જેથી તેમના બદલે અનુપમ આનંદ, મનીષા ચંદ્રા, ધનંજય દ્વીવેદી, એમ કે દાસ સહિત સાત અધિકારીઓને ચાર્જ સોંપાયો છે. 


ગુજરાતમાં 11 બેઠકો પર કોંગ્રસ Vs કોંગ્રેસ : મતદારો તો ચહેરો જોઈને જ વોટ આપશે ને!


સુરતી વાલીઓની પહેલી પસંદ છે આ સરકારી શાળા, એડમિશન માટે 3 હજારનું વેઈટિંગ લિસ્ટ!