હિતલ પારેખ/ગાંધીનગર :લોકડાઉનમાં બંધ પડેલી શાળાઓમાં સ્કૂલ ફી ઘટાડવા અંગે વાલીઓ લાંબા સમયથી લડત આપી રહ્યાં છે. ત્યારે આ લડતના અંતે રાજ્ય સરકારે 25 ટકા સમગ્ર શૈક્ષણિક વર્ષની ફીમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. તેમજ ઉત્તર પ્રવૃત્તિ કોમ્પ્યુટર, સ્પોર્ટ્સ, મનોરંજનની એક પણ પ્રવૃત્તિને ફી પણ શાળામાં આપવાની રહેતી નથી. સીબીએસસીથી માંડીને તમામને આ નિર્ણય લાગુ પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ભરતસિંહ સોલંકીએ રેકોર્ડ સર્જ્યો, 101 દિવસ હોસ્પિટલમાં રહી કોરોનાની ટ્રીટમેન્ટ લેનાર એશિયાના પ્રથમ દર્દી 


અગાઉ ફી લીધી હશે તો પરત આપવી પડશે 
આ જાહેરાત કરતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, શાળા સંચાલકોને કહી દીધુ છેકે, આ નિર્ણય પછી કોઈપણ શિક્ષકને છુટા નહીં કરી શકાય. શાળાઓ માટે 25 ટકા ફી માફીનો નિર્ણય લેવાયો છે. જે શાળાઓએ અગાઉથી ફી લઇ લીધી છે તે 25 ટકા માફીના ધોરણે સરભર કરી આપશે. તેમજ શાળાઓ ઈત્તર પ્રવૃત્તિઓના નામે કોઈ પણ ફીને ઉઘરાવી નહિ શકે. કોંગ્રેસના ફી મુદ્દે વિરોધ પર શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું કે, કોંગ્રેસ શાસિત કયા રાજ્યમાં આ પ્રકારે ફી માફીની વાત કરવામાં આવી છે તે કોંગ્રેસ પહેલા બતાવે. 


આ પણ વાંચો : ‘ગોવિંદ રાણપરિયા જાહેરમાં માફી માંગે નહિ, તો ઉગ્ર આંદોલન થશે’ લડતના મૂડમાં આવ્યું કિસાન સંઘ


સરકારની જાહેરાતથી વાલીઓમાં નારાજગી
રાજ્ય સરકારે સ્કૂલ ફીમાં આપેલી રાહતથી વાલીઓમાં નારાજગી જોવા મળી. 25 ટકા રાહત આપવાના રાજ્ય સરકારે કરેલા નિર્ણયથી વાલીઓ નિરાશ થયા છે. લોકડાઉને કારણે વાલીઓને 50 ટકા ફીમાં રાહત મળે તેવી અપેક્ષા હતી. ત્યારે વાલીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર સામે રાહતની માંગ યથાવત રાખશે તેવું જણાવ્યું છે. રાજ્ય સરકારે આપેલી 25 ટકા રાહતને વાલીઓએ લોલીપોપ ગણાવી કહ્યું કે, સરકારે 75 ટકા ફિસ વસૂલવા માટે ખાનગી શાળાને લાયસન્સ આપી દીધું. અમારી વાત સરકારે સાંભળી નથી, અમે 50 ટકા ફીમાં રાહતની અપેક્ષા કરી રહ્યા હતા. 


આ પણ વાંચો : લોહીથી રંગાઈ કૃષ્ણનગરી દ્વારકા : બ્રાહ્મણની ક્રુર હત્યા બાદ રબારી યુવકની ઝાડ પર લટકતી લાશ મળી



50 ટકા માફી આપો, નહિ તો આક્રમક લડત અપાશે 
સરકારની 25 ટકા ફીની માફીની જાહેરાતને ગુજરાત વાલી એકતા મંડળે લોલીપોપ સમાન ગણાવી. મંડળના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું કે, સરકારે 25% ફી માફી કરીને વાલીઓની મજાક ઉડાવી છે. સરકાર વાલીઓની માંગની અવગણના કરી રહી છે. જો સરકાર ખરેખર સાચા અર્થમાં વાલીઓના હિતમાં ફી માફી કરવા માગતી હોય તો રાજ્યના શિક્ષણ વિભાગે કરેલા તારીખ 16/7/2020 ના જ્યાં સુધી શાળાઓ વાસ્તવિક રૂપથી શરૂ ન થાય ત્યા સુધીની ફી માફ કરવાના ઠરાવનું યોગ્ય અમલીકરણ કરવાના આદેશ આપવામાં આવે. અથવા ચાલુ વર્ષની ઓછામાં ઓછી 50% શૈક્ષણિક ફી માફ કરે. ફી માફીની માંગ હજુ ચાલુ રહેશે. આગામી સમયમાં ફી માફીને લઈ નવા આશ્ચર્યજનક કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવશે.


આ પણ વાંચો : ‘25% ફીમાં રાહત મળશે, જેના માટે વાલીઓ તૈયાર રહે...’ ફીના કકળાટ વચ્ચે વાયરલ થયો વાલી નરેશ શાહનો આ મેસેજ