How to apply for Kunwarbai Mameru Yojana : ગુજરાત સરકાર દીકરીઓની મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. એક તરફ દીકરીઓનો જન્મદર વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના શરૂ કરાઈ છે. તે જ રીતે ગરીબ પરિવારની દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે. જેમાં દીકરીઓને સીધા તેમના ખાતામાં 12000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. આ સહાય ક્યારે મળે છે, કેવી રીતે મળે છે અને કેવી રીતે આ સરકારી યોજના માટે એપ્લાય કરી શકાય છે તે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે કુંવરબાઈનું મામેરું યોજના 
આ સરકારી યોજના લગ્ન કરવા જઈ રહેલી દીકરીઓ માટે છે. ગરીબ પરિવારની દીકરીના લગ્ન માટે આર્થિક રીતે સહાય કરવા માટે તેમને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 12000 રૂપિયા આપવામાં આવે છે. આ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા થાય છે. નબળા વર્ગની દીકરીઓને આ પ્રકારની સહાય કરવામાં આવે છે. 


કોને મળી શકે છે સહાય 
કુંવરબાઈનું મામેરું યોજના એસ.સી વર્ગની કન્યાઓને, ઓ.બી.સી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નકર્યા પછી લાભ આપવામાં આવે છે.


વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : નવેમ્બરમાં એક-બે નહિ, ત્રણ વાવાઝોડા આવી રહ્યાં છે


કેવી રીતે એપ્લાય કરી શકાય 
ગુજરાત સરકારની કુંવરબાઈ મમરુ યોજનાનો લાભ મેળવવા માટે, કન્યાઓએ લગ્નના 2 વર્ષની અંદર સહાય માટે વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in પર ઑનલાઇન અરજી કરવાની રહેશે. અહીં તેઓએ તમામ જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરવાનું રહેશે.


કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ માટે પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
 


  • લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ.

  • અરજદાર આર્થિક રીતે નબળા પરિવાર હોવો જોઈએ.

  • એક પરિવારમાં 2 પુખ્તવયની દિકરીના લગ્ન માટે kuvarbai nu mameru yojana Gujarat  નો લાભ મળશે.

  • લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના મળશે. વિધવા પુન:લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળશે.

  • કન્યાના લગ્ન બાદ 2 વર્ષની સમય મર્યાદામાં Kuvarbai Nu Mameru Form Online Apply કરવાનું રહેશે.

  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.

  • સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.


 
કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટનીચે પ્રમાણે હોવા જોઈએ.
 


  • કન્યાનું આધારકાર્ડ

  • લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ

  • કન્યાનો જાતિનો દાખલો

  • કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર

  • લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો

  • કન્યાના રહેઠાણનો પુરાવો

  • કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)

  • વર-કન્યાનો સંયુક્ત ફોટો

  • વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)

  • લગ્નનોંધણી પ્રમાણપત્ર

  • કન્યાના પિતા/વાલીનું સ્વ-ઘોષણા (Self-Declaration)

  • કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો


ભાજપના આ નેતાએ સ્વીકાર્યું કે, અપક્ષને કારણે વાવ પેટાચૂંટણીમાં અઘરું પડશે