પેપરલીક કાંડથી મુખ્યમંત્રી ધૂઆપૂઆ! યુવાનોના હિતમાં તાત્કાલિક લીધો મોટો નિર્ણય
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે થયેલી ઉચ્ચ સ્તરિય બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યાલય પર અધિકારીઓ પહોંચ્યા છે. અને સંભવિત સાંજે 3 વાગ્યાની આસપાસ એક પત્ર પરિષદ યોજાઈ શકે છે.
Gujarat Junior Clerk Paper Leak: પેપર લીકની ઘટનાના પડઘા આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આ ઘટનામાં આરોપીઓના તાર અન્ય રાજ્યો સાથે પણ સંકળાયેલા હોવાની વાત સામે આવી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે થયેલી ઉચ્ચ સ્તરિય બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યાલય પર અધિકારીઓ પહોંચ્યા છે. અને સંભવિત સાંજે 3 વાગ્યાની આસપાસ એક પત્ર પરિષદ યોજાઈ શકે છે. જેમાં નવી પરિક્ષાની તારીખ, ઉચ્ચ સ્તરીય કમિટી અને તપાસ સહીતની બાબતો પર માહિતી આપવામાં આવી શકે છે.
પેપર લીક મામલે સરકારની પહેલી પ્રતિક્રિયા
જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે સરકારની સૌથી પહેલી પ્રતિક્રિયા ZEE 24 કલાક પર આપી છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું, પરીક્ષાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે. આગામી સમયમાં જવાબદારોને નહી છોડાય..
ZEE 24 કલાક સાથે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જવાબદારોને છોડવામાં નહીં આવે. પરીક્ષા રદ કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં છે. મંત્રી કુબેર ડિંડોરે વિદ્યાર્થીઓને એક મેસેજ આપ્યો છે. બીજી બાજુ જુનિયર કલર્કની પરીક્ષાનું પેપર લીક થતા વિધાર્થીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. અવાર નવાર પેપર ફૂટતા વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે.
પેપર લીકની ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચાયત સેવા પસંદગી મંડળના સભ્યો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં આગામી બજેટ સત્રમાં સરકાર એક કાયદો લાવી સકે છે.