અતુલ તિવારી/અમદાવાદ: આવતીકાલથી રાજ્યભરની શાળાઓમાં દિવાળી વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે. પ્રથમ 104 દિવસીય શૈક્ષણિક સત્રનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ધોરણ 1 થી 12ની પ્રથમ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યભરના અંદાજે 1 કરોડ કરતાં વધુ વિદ્યાર્થીઓ 21 દિવસનું દિવાળી વેકેશન માણશે. 10 નવેમ્બરથી બીજા શાળાકીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. બીજા શૈક્ષણિક સત્ર દરમિયાન 137 દિવસની શાળાકીય અભ્યાસ કરવાનો રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષણ વિભાગ દ્વારા દિવાળીનું દર વર્ષે 21 દિવસનું વેકેશન આપવામાં આવતું હોય છે ત્યારે પ્રથમસત્રની પરીક્ષાઓ પુર્ણ થયા બાદ આવતીકાલ એટલે કે, તા. 20 ઓક્ટોબરથી તમામ શાળા-કોલેજોમાં 21 દિવસનું વેકેશન આપવામાં આવશે. દિવાળી વેકેશન આગામી તા.09 નવેમ્બરના રોજ પુર્ણ થશે અને તા.10મી નવેમ્બરથી દ્વિતિય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓ અભ્યાસને બાજુ પર મુકીને તહેવારો ઉજવતા જોવા મળશે. 


હિન્દુ સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર એટલે કે દિવાળી... દિવાળીની ઉજવણીમાં નાના બાળકોથી લઇ મોટેરાઓ માટે ખુશીનો તહેવાર છે. એટલું જ નહિ, શાળાઓમાં વર્ષોથી દિવાળીની 21 દિવસની રજા આપવાની પરંપરા છે. ત્યારે ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતની શાળા કોલેજ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવ્યું છે. 


વેકેશનમાં દિવાળી ઉપરાંત દિવાળીના વાઘબારશ, ધનતેરસ, કાળીચૌદશ, બેસતુ વર્ષ, ભાઇબીજ તેમજ લાભપાંચમના તહેવારો વિદ્યાર્થીઓ માણી શકશે અને તા.10 નવેમ્બરથી શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ધમધમતી થઇ જશે પરંતુ તે પહેલાં વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનનો ભરપૂર આનંદ માણશે. દિવાળી વેકેશનથી પ્રથમ સત્રનો શાળામાં અંત આવશે જ્યારે દિવાળી વેકેશન ખુલશે ત્યારે દ્વિતિય સેમેસ્ટરનો પ્રારંભ થઇ જશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube