ગુજરાત સરકારે કર્યો મોટો દાવો, ઉનાળામાં નહિ રહે ગુજરાતમાં પાણીની તંગી
Gujarat Vidhansabha : સરકારે વિધાનસભામાં કહ્યું, ગુજરાતના છેવાડાના માનવીને પીવાલાયક શુદ્ધ પાણી અને ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ... રાજ્યમાં ઉભી કરાયેલી જળ સલામતીની વ્યવસ્થા “ટ્રાન્સફર્મેટીવ ગવર્નન્સ”નું ઉત્તમ ઉદાહરણ... રાજ્યમાં પાણીની અછતને નિવારવા ૨૦ હજાર કરોડથી વધુના ખર્ચે ૩૧૧૨ કી.મી. બલ્ક પાઇપલાઇનનું મજબૂત માળખું
Gujarat Water Crises : ગુજરાતના છેવાડાના માનવીને પીવાલાયક શુદ્ધ પાણી અને ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકારસતત પ્રયત્નશીલ છે, તેમ પાણી પુરવઠા મંત્રી કુંવરજીઇ બાવળિયાએ જણાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આગામી વર્ષે પણ ગુજરાતના નાગરિકોને શુદ્ધ અને પૂરતું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢઆયોજન કરી પાણી પુરવઠા વિભાગ માટે રૂ. ૪૭૯૨.૯૩ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.
આજે વિધાનસભા ખાતે પાણી પુરવઠા વિભાગની અંદાજપત્રીય માંગણીઓનો જવાબ આપતા મંત્રી બાવળિયાએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે ત્રણ આયામી વ્યવસ્થા થકી પીવાના પાણી માટે અભૂતપૂર્વ કામગીરી કરી છે. રાજ્યના તમામ વિસ્તારો માટે ઉભીકરાયેલી જળ સલામતીની વ્યવસ્થા “ટ્રાન્સફર્મેટીવ ગવર્નન્સ”નું ઉત્તમ ઉદાહરણ છે.
શું છે સાટા પદ્ધતિથી થતા લગ્ન, જેને કારણે કિંજલ દવેની 5 વર્ષની સગાઈ તૂટી
રાજ્યમાં પાણીની અછતની સ્થિતિને નિવારવા માટે બનાવવામાં આવેલી રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ અંગે માહિતી આપતામંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના તમામ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે રૂ. ૨૦ હજાર કરોડથી વધુના ખર્ચે મજબૂતમાળખું બનાવવામાં આવ્યું છે. જેના પરિણામે રાજ્યમાં ૩૧૧૨ કી.મી. બલ્ક પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે વધુવિગતો આપતા ઉમેર્યું હતું કે, આ પાણી પુરવઠા ગ્રીડ દ્વારા રાજ્યના ૧૮ હજાર ગામડાઓ પૈકીના ૧૪,૪૦૦થી વધુ ગામો તેમજ ૨૪૦શહેરો સરફેસ સ્ત્રોતથી જોડાયેલા છે. જે પૈકીના ૧૦ હજારથી વધુ ગામો નર્મદા આધારિત છે. આમ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં૩૫૨ જુથ યોજનાઓ થકી ૪.૩૬ કરોડ નાગરિકોને દૈનિક ૩૪૦૦ એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.
ચાલુ વર્ષના બજેટમાં પાણી પુરવઠા વિભાગની મહત્વપૂર્ણ જોગવાઇઓ અંગે વાત કરતા મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું કે, વર્ષ૨૦૨૩-૨૪ના બજેટમાં જલ જીવન મિશન યોજના માટે રૂ. ૨૬૦૧.૮૬ કરોડ, ગ્રામ્ય પાણી પુરવઠા યોજના માટે રૂ. ૧૩૦૦ કરોડ, નર્મદાકેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટે રૂ. ૮૦૦ કરોડ અને રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વૉટર માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈકરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં ગ્રામ્ય આંતરિક પાણી પુરવઠાયોજનાઓ માટે ૧૦% લોકફાળાની રકમ ભરવાથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવી જ રીતે અનુસૂચિત જાતિની૪૦% કે ૨૫૦ થી વધુ વસ્તી ધરાવતા ગામો માટે પણ લોકફાળામાંથી મુક્તિ આપવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે.
અમદાવાદીઓ પાણીપુરી ખાતા પહેલાં સો વાર વિચારજો, ફેમસ પકોડી સેન્ટરમાં માર્યું સીલ
મંત્રીએ જલ જીવન મિશન અને હર ઘર જલ યોજના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, દેશના તમામ નાગરિકને વર્ષ ૨૦૨૪ સુધીમાંઘરે-ઘરે શુધ્ધ પાણી ઉપલબ્ધ થાય તે માટે વડાપ્રધાનશ્રીએ “હર ઘર જલ“ યોજના જાહેર કરી છે. જેના પરિણામે વર્ષ ૨૦૧૯-૨૦થી"જલ જીવન મિશન” હેઠળ “નલ સે જલ” અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારસુધીમાં ૯૧.૭૭લાખ જેટલા ઘરોને નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે જોડાણ આપવામા આવ્યા છે. આ વર્ષના બજેટમાં જલ જીવન મિશનયોજના માટે રૂ. ૨૬૦૧.૮૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વધુમાં મંત્રી બાવળિયાએ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની જોગવાઈ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્યકક્ષાએ ઓછામાં ઓછાં ૧ દિવસ સુધી પાણીનો સંગ્રહ થાય તે માટે રાજ્યમાં નવીન સ્ટોરેજ ભૂગર્ભ ટાંકાઓ બનાવવા માટે એક ખાસઝુંબેશ શરુ કરવામાં આવી છે. રાજ્યના આદિજાતિ વિસ્તારો કે જ્યાં ઉપરના ગામડાઓમાં પાણીનો સરફેસ સોર્સ નથી ત્યાં બલ્ક લાઇનમારફતે સરફેસ સોર્સ ઉભા કરવાનો નિર્ધાર રાજ્ય સરકારે કર્યો છે. જેના ભાગરૂપે ૧૪૩૦ ગામોને આવરી લેતી પાંચ બલ્ક પાઇપલાઈનયોજના માટે બજેટમાં રૂ. ૧૫૪૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
પાણી પુરવઠા મંત્રીએ નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના અંગે વાત કરતા ઉમેર્યું હતું કે, ઢાંકી અને નાવડાઆધારિત સૌરાષ્ટ્ર કચ્છ વોટર ગ્રીડની કેપેસીટી ૨૫૦૦ એમ.એલ.ડી. છે. જેમાં બોટાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ જિલ્લાઓ માટે ક્ષમતા સંવર્ધનના ઉદ્દેશ સાથે બુધેલથી બોરડા સુધીની બલ્ક પાઇપલાઇનના કામ પૂર્ણ કરવામાંઆવ્યા છે. નાવડાથી ચાવંડ સુધીની પાઇપલાઇન અને ઢાંકીથી નાવડા સુધીની પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે. જ્યારે ધરઇથી ભેંસાણસુધીની પાઇપલાઇનના કામો શરુ કરવામાં આવ્યા છે. નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટે બજેટમાં રૂ. ૮૦૦ કરોડનીજોગવાઈ કરવામાં આવી છે.
હવસનો ભૂખ્યો નીકળ્યો સગો બાપ, આ કિસ્સો સાંભળી કાનમાંથી કીડા ખરી પડશે
રાજ્યના આદિજાતિ વિસ્તારો માટે ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારોનાપહાડી વિસ્તારમાં હેન્ડપંપની જગ્યાએ સરફેસ વોટર માટે મીની પાણી પુરવઠા યોજનાઓ અને બલ્ક પાઈપ લાઈન મારફતે જૂથયોજનાઓ બનાવવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના ૪૫૯૦ ગામ - ફળીયાને આવરી લેતી અંદાજિત રૂ. ૫૬૭૭ કરોડની ૧૧૬ યોજનાનાકામો પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત ૧૪૮૦ ગામ - ફળીયાને આવરી લેતી અંદાજિત રૂ. ૧૩૯૮ કરોડની ૩૧ યોજનાના કામો હાલમાં ટેન્ડરપ્રક્રિયા હેઠળ છે.