ગુજરાત સરકાર સારૂ કલેક્શન કરી આપતા હોય તેવા તલાટી મંત્રી માટે પણ આકાશ-પાતાળ એક કરે છે: કોંગ્રેસનો આક્ષેપ
જિલ્લાના જામખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા વિધાનસભા સત્રમાં ધરમપુર ગામના તલાટી મંત્રી વિરુદ્ધ પગલાં લેવા સરકાર પર પ્રહાર કર્યા હતા. જેને લઈને તલાટી મંત્રીની બદલી કરતાં ખંભાળિયા વિધાનસભા ક્ષેત્રના સતવારા સમાજે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સાથે રેલી યોજી હતી. સતવારા સમાજના 13 લોકોને ભાજપે આપેલા હોદ્દાઓને ત્યાગ કરવાની તૈયારી દર્શાવી હતી. ધારાસભ્ય વિક્રમ માડમે કરેલા આક્ષેપ પર પગલાં લેવા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સુધી આવેદન પત્ર પાઠવ્યું હતું.
દ્વારકા : જિલ્લાના જામખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા વિધાનસભા સત્રમાં ધરમપુર ગામના તલાટી મંત્રી વિરુદ્ધ પગલાં લેવા સરકાર પર પ્રહાર કર્યા હતા. જેને લઈને તલાટી મંત્રીની બદલી કરતાં ખંભાળિયા વિધાનસભા ક્ષેત્રના સતવારા સમાજે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સાથે રેલી યોજી હતી. સતવારા સમાજના 13 લોકોને ભાજપે આપેલા હોદ્દાઓને ત્યાગ કરવાની તૈયારી દર્શાવી હતી. ધારાસભ્ય વિક્રમ માડમે કરેલા આક્ષેપ પર પગલાં લેવા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સુધી આવેદન પત્ર પાઠવ્યું હતું.
વડોદરામાં લાખો લિટર પાણી રોજેરોજ વેડફાટ પણ અધિકારીઓને શું? તેમનો પગાર તો નિયમિત આવી જાય છે
વિધાનસભા સત્રમાં જામખંભાળિયા ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા ધરમપુર ગામના તલાટી મંત્રી વિરુદ્ધ સરકાર સામે સવાલો ઉઠયા હતા. જેના પગલે તલાટી મંત્રી જયેશ ડી સોનગરા તાત્કાલિક જિલ્લામાં બદલી કરી દેવાઈ હતી. વિધાનસભામાં ધારાસભ્યોએ તલાટી મંત્રી પર ગ્રામપંચાયત કચેરીમાં દારૂ પીવાનો આક્ષેપ કર્યો હતો. વાસ્મો યોજનામાં ગોટાળો કર્યાનો આક્ષેપ કરાયો હતો. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને ખંભાળિયા 81- વિધાનસભા ક્ષેત્રમાં સતવારા સમાજના ભાજપમાથી ચૂંટાયેલા આગેવાનો અને જ્ઞાતિજનો ખંભાળિયા ખાતે એકઠા થયા હતા. વાસ્મો યોજનામાં જયેશ ડી સોનગરા પર જે તે સમયે જિલ્લા કક્ષાના અધિકારી દ્વારા વાસ્મો યોજનાના રેકર્ડ સહિતની પ્રક્રિયાની તપાસ કરી હતી. જેમાં આ તલાટી મંત્રીને ક્લીન ચીટ આપી હતી. જ્યારે દારૂ પ્રકરણમાં પણ ક્લીન ચીટ મળી હોવાનો સતવારા સમાજના ભાજપના ચૂંટાયેલા લોકોએ દાવો કર્યો હતો.
ગુજરાતના રમખાણો પર Gujarat Files ફિલ્મ બનાવવા માંગતા ડાયરેક્ટરે પીએમ મોદીને પૂછ્યો સવાલ
ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમના સવાલોથી ધરમપુરના તલાટી મંત્રી જયેશ ડી સોનગરાની સરકારે તાત્કાલિક બદલી કરી નાખતાં સતવારા સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. તલાટી મંત્રી બદલી ફરી ધરમપુર કરવામાં આવે તે માટે સતવારા સમાજના લોકોએ રેલી યોજીને કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સતવારા સમાજના 13 લોકો ભાજપના મહત્વના હોદા ધરાવે છે. જેમાં ખંભાળીયા પાલિકા પ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રી અને જિલ્લા પંચાયતના ચેરમેન તેમજ તાલુકા પંચાયત ચેરમેનના હોદા અગામી 21 માર્ચના રોજ 13 જેટલા હોદા ત્યાગ કરવાની તૈયારી દર્શાવી છે. જ્યારે ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા સતવારા સમાજના એક કર્મચારી વિરુદ્ધ વિધાનસભા અંદર આક્ષેપ કરીને સમાજના લોકોની લાગણી દુભાઈ હોઈ જેથી ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સામે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય પગલાં લઇ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube