અમદાવાદ : ચેકપોસ્ટ અંગે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને કોંગ્રેસે આવકાર્યો હતો. જો કે આ નિર્ણય વહેલો લેવાનો હતો. કરોડો રૂપિયા વહાવ્યા બાદ આ નિર્ણય લેવાયો જેથી લોકોનાં કરોડો પાણીમાં ગયા છે. તેવો દાવો કરતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, RTO ના આધુનિકરણ માટે અને ચેક પોસ્ટ સાથે જોડાવા માટે હજારો કરોડો રૂપિયા ખર્ચ્યા છે અને હવે સરકારે આખરે થાકી હારીને ચેકપોસ્ટ બંધ કરવાનો વારો આવ્યો છે. 10 વર્ષ માં કરોડો રૂપિયા ખર્ચ્યા છે પણ સામાન્ય માણસ માટે તો તકલીફો સિવાય કંઈ હતું જ નહી. 300 કરોડ રૂપિયા ક્યાં વાપરવાના છે તેની જાણ થવી જોઇએ, પરંતુ સરકારે તેવું કરવાની તસ્દી પણ લીધી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છમાં કરા સાથે વરસાદ પડ્યો, સૌરાષ્ટ્ર પંથકમાં ઠેરઠેર વરસાદી માહોલ


ભ્રષ્ટાચાર નું એપી સેન્ટર RTO જ છે તેવું રૂપાણી સરકારના સ્વીકાર કર્યો છે તેને આવકારીએ છીએ, પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો તે નિરર્થક થઇ જતું હોય છે. સરકાર વાંચે ગુજરાત ની વાત કરી છે પણ 7 વર્ષ થી લાયબ્રેરી માટે કોઈ ગ્રાંટ નથી આપી ઉપરાંત લાયબ્રેરીયનની ભરતી પણ નથી કરવામાં આવી આ ઉપરાંત શિક્ષણ નું સ્તર સુધરે તેવી કોઈ વ્યવસ્થા નથી કરી. 


25 નવેમ્બરથી ગુજરાતની 16 ચેકપોસ્ટ થઈ જશે બંધ, આ રહ્યું લિસ્ટ...


સરકારી શાળાના વિદ્યાર્થીઓ 100 દિવસ સુધી 1 કલાક મોટેથી વાંચશે, જાણો કેમ


સરકારે સર્વેના નામે વિલંબ કર્યો અને વીમા કંપનીઓ નું હિત સાચવ્યું છે. 49 લાખ ખેડૂતો છે ગુજરાતમાં 700 કરોડ રૂપિયા એ નજીવી રકમ છે એક ખેડૂત ને 6 થી 10 હજાર રૂપિયા માંડ મળે ત્યારે આ ખેડૂતોને સહાય ના નામે મજાક કરવામાં આવી છે. ખેડૂતની આવી મશ્કરી ન કરવી જોઇએ. ભાજપ સરકારની નીતિ પહેલેથી જ ખેડૂત વિરોધી રહી છે. હાલ ખેડૂતો પાસે ધીરાણ માટેના પૈસા જ નથી, કારણ કે પાકનાં નામે કાંઇ જ મળ્યું નથી. ઉદ્યોગપતિઓનાં દેવા માફ થાય છે પરંતુ ખેડૂતોનાં દેવા માફ નથી થતા.