હિતલ પારેખ/ગાંધીનગર :વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, ગુજરાતમાં હવે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને કોચિંગ અપાશે. ગુજરાતના ચાર ઝોનમાં ચાર કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. શિક્ષણ જગતમાં ફેમસ એવા રાજસ્થાનના કોટા સ્ટાઈલથી ગુજરાતમાં કોચિંગ આપવાનું સરકારનું આયોજન છે. જેમાં ગરીબ વિદ્યાર્થીઓની પ્રાથમિકતા આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન JEE, NEET જેવી પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ, હવે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા ચાર ઝોનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ સેન્ટર શરૂ કરવામા આવશે. 



મુખ્યમંત્રીએ આ જાહેરાત કરતા કહ્યું કે, કોચિંગ માટે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રથમ પ્રાયોરિટી અપાશે. જેના માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતના કુલ 4 ઝોનમાં ચાર કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીને JEE, NEET ની પરીક્ષાના આધારે આઈઆઈએમ આઆઈટીમા પ્રવેશ મળે છે. તેથી રાજ્ય સરકાર ખાસ યોજના બનાવી રહી છે. જે મુજબ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોચિંગ સેન્ટર બનાવાશે. આ સેન્ટર્સમાં ગુજરાતના વિદ્યાર્થીઓને કોટા સ્ટાઈલથી કોચિંગ આપવામા આવશે. ગરીબ વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.