Government Contract : રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઉંચુ લાવવા અને વરસાદી પાણીના સંગ્રહ માટે સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તે અંતર્ગત રાજ્યમાં ઠેર-ઠેર તળાવોને ઉંડા કરવાનું અને નદી-નાળાને પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે. આજ અભિયાન અંતર્ગત અમદાવાદના સાણંદ તાલુકાના જુવાલ ગામમાં વર્ષ 2018 માં કામ કરવાની શરૂઆત કરવામાં આવ્યું હતું. અહીંયા જુવાલ ગામની રોઝ નદીના નાળાને ઉંડુ કરવામાં ભગીરથ કામ શરૂ કરવામાં આવ્યું અને તેના માટે ભરતભાઈ ગોહિલ નામના કોન્ટ્રાક્ટરને કામકાજ સોંપવામાં આવ્યું. હવે તમને એમ થતું હશે કે સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર તો સારું કામ કરી રહી છે. તો પછી વાંધો શું છે? તો તેને સમજવા માટે આપણે કોન્ટ્રાક્ટર ભરતભાઈ ગોહિલની વાત સાંભળવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુજલામ સુફલામ જળસંચય અભિયાનના કોન્ટ્રાક્ટર આટલા વર્ષો બાદ હજી પણ બિલની રકમથી વંચિત છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકના જુવાલ ગામની ઘટના છે. વર્ષ 2018માં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કામ થયું હતું. જુવાલ ગામની રોઝ નદીના નાળુને ઉંડુ કરાયું હતં. જુવાલ ગામની પાટ તરીકે નાળું જાણીતું છે. ત્યારે રાજ્યના તત્કાલીન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિહં ચુડાસમા સ્થાનિક ધારાસભ્ય કનુ પટેલની હાજરીમાં ખાત મુહૂર્ત થયું હતું. જેમાં રાજ્ય અને જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા. જુવાલ ગામની નદીના નાળાને ઉંડુ કરવાનો કોન્ટ્રાક્ટ ભરતભાઈ ગોહિલે લીધો હતો.


પાટીદાર ખેડૂતના સાહસને સલામ, એવી ખેતી કરી કે માવઠું ને વાવાઝોડું પણ કંઈ બગાડી ન શકે 


કોન્ટ્રાક્ટર ભરત ગોહિલે દાવો કર્યો કે, સ્થાનિક ધારાસભ્ય કનુભાઇ પટેલના કહેવાથી જળ અભિયાનનું કાર્ય કર્યુ. એક મહિના દરમ્યાન એક હિટાચી મશીન અને ત્રણ ડમ્પરથી કામ કર્યુ હતું. કુલ 2335 ડમ્પર માટીનું ખોદાણ કામ કરી અન્ય જગ્યાએ પુરણ કરવામાં આવ્યુ હતું. હિટાચી મશીનથી એક ડમ્પર ભરવાનો ચાર્જ 300 રૂપિયા થાય છે. 7 લાખના ખર્ચે માટીનું ખોદાણ કરી અન્ય જગ્યાએ પુરણ કરાયું હતું. હિટાચી મશીન અને ડમ્પર માટે કોન્ટ્રાક્ટરે 6 લાખ રૂપિયા ડીઝલનો ખર્ચ કર્યો હતો. તાલુકા પંચાયતના કર્મચારી દ્વરા રોજે રોજના કામની નોંધ પણ કરાતી હતી. 


રોઝ નદીના નાળુને ઉંડુ કરવા માટે કુલ 24 લાખ 51 હજારનું બિલ બન્યું હતું. બીલની રકમ માટે જ્યારે કોન્ટ્રાક્ટરે અનેક સરકારી કચેરીના ધક્કા ખાધા પણ ખાધા બાદ રકમ મળી નથી. સ્થાનિક ધારાસભ્ય કનુ પટેલ સાથે અનેકવાર મુલાકાત બાદ પણ રકમ ચૂકવાઇ નથી. તત્કાલીન શિક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી હોવા છતાં કોન્ટ્રાક્ટર રકમથી વંચિત રહ્યો છું. 


કોન્ટ્રાક્ટર ભરત ગોહિલ કહે છે કે, વર્ક ઓર્ડર ન હોવાથી ચુકવણી નથી થતી તેવું કહેવાય છે. આ કાર્યને પાંચ વર્ષનો સમય વિત્યો હોવા છતાં હજુ સુધી બિલની રકમ નથી મળી. સાણંદ અમદાવાદ અને ગાંધીનગરના અનેક ધક્કા બાદ કોન્ટ્રાક્ટર બિલની રકમથી વંચિત રહ્યો છું. 


અમદાવાદના એક પોલીસ કર્મીએ રોમિયો જેવું વર્તન કર્યું, રસ્તામાં મહિલાને રોકી...


અમદાવાદ : જુગાર રમવાની ના પાડી તો યુવકની હત્યા કરી નાંખી