કોરોનાથી એલર્ટ રહેવા રાજ્ય સરકારનો આદેશ, 31 માર્ચ સુધી કોન્ફરન્સ-સેમિનાર-વર્કશોપ કેન્સલ
કોરોના વાયરસ (Corona virus) થી દેશમાં બે મોત નોંધાઈ ચૂક્યા છે. લોકોને ભીડથી બચવા માટે કહેવામાં આવ્યું છે. જેને પગલે અનેક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત સરકાર પણ સતર્કતા દાખવીને અનેક પગલા લઈ રહી છે. કોરોના વાયરસના પગલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સતર્કમાં આવી ગયું છે. આ મામલે દ્વારા લેવાયો મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. એક જગ્યાએ વધુ સમય માટે લોકો એકઠા ન થાય એટલા માટે કોન્ફરન્સ, વર્કશોપ અને સેમિનાર ન યોજવાનો આદેશ કરાયો છે. 31 માર્ચ સુધી રાજ્ય સરકારના તમામ વિભાગો દ્વારા કોન્ફરન્સ સેમિનાર કે વર્કશોપ ન યોજવા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આદેશ કર્યો છે.
હિતલ પારેખ/ગાંધીનગર :કોરોના વાયરસ (Corona virus) થી દેશમાં બે મોત નોંધાઈ ચૂક્યા છે. લોકોને ભીડથી બચવા માટે કહેવામાં આવ્યું છે. જેને પગલે અનેક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત સરકાર પણ સતર્કતા દાખવીને અનેક પગલા લઈ રહી છે. કોરોના વાયરસના પગલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સતર્કમાં આવી ગયું છે. આ મામલે દ્વારા લેવાયો મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. એક જગ્યાએ વધુ સમય માટે લોકો એકઠા ન થાય એટલા માટે કોન્ફરન્સ, વર્કશોપ અને સેમિનાર ન યોજવાનો આદેશ કરાયો છે. 31 માર્ચ સુધી રાજ્ય સરકારના તમામ વિભાગો દ્વારા કોન્ફરન્સ સેમિનાર કે વર્કશોપ ન યોજવા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આદેશ કર્યો છે.
કોરોના વાયરસ સંદર્ભે તંત્ર સતેજ બન્યું છે. ત્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય કમિશનર આજે દરેક જિલ્લાનાં DDO સાથે વીડિયો કોન્ફરન્સ કરવાના છે. આજે બપોરે 3.30 કલાકે વીડિયો કોન્ફરન્સ યોજાનાર છે.
Breaking : કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારી, હવે ભાવ વધારા માટે તૈયાર રહેજો
કોરોના વાયરસને પગલે રાજ્યની જેલોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી દેવાઈ છે. રાજ્ય સરકારની ગૃહ વિભાગ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા હેઠળ જરૂરી સુવિધાઓ રાખવા આદેશ આપી દેવાયો છે. આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી યોગ્ય કામગીરી કરવા સૂચના અપાઈ છે. રાજ્યના શહેરોની સ્થિતિ અને તૈયારી સંદર્ભે પણ કેન્દ્રના શહેરી વિકાસ વિભાગ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
રિલીઝના એક દિવસમાં જ Angrezi Mediumને લાગ્યો 440 વોલ્ટનો મોટો ઝટકો
બનાસકાંઠામાં શાળામાં આદેશ છૂટ્યા
બનાસકાંઠામાં કોરોનાની દહેશતને લઈ જિલ્લા વિકાસ અધિકારીએ ખાસ આદેશ જાહેર કર્યાં છે. પ્રાથમિક શાળાઓમાં બાળકોને તાવ શરદી જણાય તો તેને રજા આપી દેવાની સૂચના અપાઈ છે. તો બાળકોને કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે કેવા પગલાં ભરવા તે બાળકોને સમજણ આપવા આદેશ કરાયો છે. શરદી ખાંસી હોય એવા બાળકોને જરૂરી સારવાર કરાવવા પણ કહી દેવાયું છે.
કોરોનાને અટકાવવા હાઈકોર્ટનો મોટો નિર્ણય, સુઓમોટો દાખલ કરી
જામનગરમાં કાર્યક્રમ રદ
જામનગરમાં કોરોના વાયરસના ડરને કારણે મહાનગરપાલિકા દ્વારા જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આજે વિવિધ ખાતમુહુર્ત સહિતના જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તો સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કાર્યક્રમોમાં ઉપસ્થિત નહિ રહે. હવે માત્ર 3 થી 4 મહાનુભાવોના હસ્તે આ કાર્યક્રમ યોજાશે. અગાઉ મોટા પાયે કાર્યક્રમ યોજવાનુ આયોજન હતું. કોરોનાના કારણે સામુહિક મેળાવડાઓ પર લગામ મૂકવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...