ઝી મીડિયા/બ્યૂરો: રાજ્યમાં કોરોનાના કેસ વધતા જોઈને સરકાર દ્વારા 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરફ્યૂ અંગે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોમાં તારીખ 1 જાન્યુઆરી 2021થી રાત્રિ કરફ્યૂના સમયમાં ફરેફરા કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય, 30 જિલ્લાના 1.90 લાખ ખેડૂતોને મળશે લાભ


દિવાળીના તહેવાર બાદ જે પ્રકારે કોરોનાની સ્થિતી સર્જાઇ હતી અને તેના કારણે સૌથી રાજ્યમાં અચાનક કેસોમાં ખુબ જ વધારો થતા ન માત્ર બંધ કરાયેલા કોરોના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી હતી પરંતુ જે નવા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે તે પણ ખુટવા લાગ્યા હતા. ત્યારે સ્થિતી વિકટ થતી જોઇને તંત્ર દ્વારા રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનાં કરફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. 


આ પણ વાંચો:- અમદાવાદમાં પોલીસ પહેરો, જાહેરમાં 31stની ઉજવણી કરતા પકડાયા તો...


20 નવેમ્બરથી આગામી સુચના ન આપવામાં આવે ત્યાં સુધી સરકાર દ્વારા કરફ્યૂ યથાવત્ત રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં કોરોનાની સ્થિતી ફરી કાબુ આવતા સરકાર દ્વારા કરફ્યૂ અંગે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોમાં તારીખ 1 જાન્યુઆરી 2021થી રાત્રિ કરફ્યૂના સમયમાં ફરેફરા કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- નવસારી અકસ્માત: ટાયર ફાટતાં ફંગોળાઈને કાર અન્ય કાર સાથે ટકરાઈ, એકનું મોત; ત્રણને ઈજા


રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં તારીખ 1 જાન્યુઆરી 2021થી રાત્રિ કરફ્યૂના અમલનો સમય રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની આ સમયમર્યાદા તારીખ 14 જાન્યુઆરી સુધી અમલમાં રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ આ અંગે નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube