Highway Accidents : ડાંગ જિલ્લાના વધઇ-સાપુતારા રાજ્યધોરી માર્ગ ઉપર પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કારાયો છે. હવેથી રોલર ક્રશ બેરીયર ટેકનોલોજીથી માર્ગ અકસ્માતથી થતા માનવ મૃત્યુ તથા ખીણમા જતા વાહનોને અટકાવી શકાશે. ગુજરાતના ઘાટી માર્ગમાં અકસ્માત નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રોલર ક્રશ બેરીયરનો ગુજરાતમા સંભવતઃ સૌ પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ ડાંગ જિલ્લામા અમલી કરાયો છે. તેનુ સકારાત્મક પરિણામ પણ મળ્યું છે. આ પ્રોજેક્ટના કારણે ગંભીર અકસ્માતો અને તેમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામા નોધપાત્ર ઘટાડો નોંધાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારાને જોડતો વઘઇ-સાપુતારા રોડ અગત્યનો રાજ્યધોરી માર્ગ છે. આ રોડ પર્વતીય વિસ્તારમાંથી પસાર થતો હોવાથી ઘણી જગ્યાએ ઉંડી ખીણ તેમજ ભયજનક વંળાક વિસ્તાર આવે છે. આ રસ્તા ઉપર અકસ્માત નિવારવા માટે મુખ્યમંત્રી તેમજ માર્ગ મકાન મંત્રીશ્રી દ્વારા રસ્તાના કુલ 11 ભયજનક વળાંકોમા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે રોલર ક્રશ બેરીયરનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ કામગીરી અગ્રતાના ધોરણે પુર્ણ કરાઈ છે.


આવી ગયું ધોરણ-12 સાયન્સનું પરિણામ, આ વોટ્સએપ નંબરથી તાત્કાલિક જાણો પરિણામ


ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ તેમજ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા રાજ્ય સરકારની અકસ્માત નિવારણની કામગીરીને ધ્યાને લેતા જિલ્લામા અકસ્માત નિવારણ માટે સતત પ્રયત્નશીલ છે. અકસ્માતથી બચવા માટે મુસાફરોમા જાગૃકતા આવે તે માટે વિવધ કાર્યોક્રમો પણ કરવામા આવી રહ્યા છે.


વઘઇ-સાપુતારા રોડ ઉપર અકસ્માત ઝોન વિસ્તારમા લગાડવામા આવેલ રોલર ક્રશ બેરિયરથી ગુજરાત મોડલની કામગીરી ઉડીને આંખે વળગી રહી છે. સતત વાહન વ્યવહારથી ધમધમતા આ માર્ગ ઉપર રોલર ક્રશ બેરીયરના કારણે ચોક્કસથી અકસ્માતો નિવારી શકાશે.


તલાટીની પરીક્ષાના નવા અપડેટ : ડમી ઉમેદવારને પકડવા સરકારે લીધો મોટો નિર્ણય


શું છે રોલર ક્રશ બેરીયર્સ?
રોલર ક્રશ બેરીયર્સ સૌ પ્રથમ વર્ષ 2006મા કોરીયામા નાંખવામા આવી હતી. ત્યારબાદ આજદિન સુધીમા કુલ 33 દેશમા રોલર બેરીયર્સ અકસ્માત સ્થળ પર નાંખવામા આવેલ છે. જેમા ભારત દેશમા સૌ પ્રથમ હિમાચલ પ્રદેશ રાજ્યમા નેશનલ હાઇવે પર રોલર ક્રશ બેરીયર લગાડવામા આવ્યા હતા. જે બાદ ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા રોડ પર આ પાયલોટ પ્રોજેક્ટ તરીકેની કામગીરી કરવામા આવી છે.


દ્વારકાધીશ મંદિર પર મોટું સંકટ આવવાની તૈયારી? તૂટી રહ્યાં છે મંદિરના પથ્થરો


આ રોલર બેરીયર્સ કોરિયાની ઇ.ટી.આઇ. કંપની દ્વારા બનવવામા આવે છે. જે કંપનીમાંથી દરેક કોમ્પોનેન્ટ ઇમ્પોર્ટ કરવામા આવે છે. 20 વર્ષ 2006 માં કોરિયા દેશમા સૌ પ્રથમ નાંખવામા આવેલ રોલર બેરીયર્સ હજીપણ અકબંધ છે. રોલર બેરીયર્સની ક્રેશ ટેસ્ટીંગ આસ્ટો (AASHTO) દ્વારા કરવામા આવેલ છે. રોલર બેરીયર્સ ઇમ્પેક્ટ એનર્જીને રોટેશનલ એનર્જીમા ફેરવે છે. જેથી વાહન અથડાયને ફરીથી મુળ લેનમા આવી જાય છે. જેનાથી પ્રાણઘાતક અકસ્માત નિવારી શકાય છે.


રોલિંગ સેફ્ટી બેરિયર્સ અસર ઊર્જાને શોષવા કરતા વધુ કરે છે. તેઓ સંભવિત રીતે સ્થાવર અવરોધને તોડવાને બદલે વાહનને આગળ ધકેલવા માટે અસર ઉર્જાને રોટેશનલ એનર્જીમાં રૂપાંતરિત કરે છે. જેની ડ્રોઇંગમાં બતાવ્યા પ્રમાણે ડિઝાઇન આપવામાં આવી છે.


ગુજરાતમાં યુવનોને આવી રહેલા હાર્ટ એટેકનું સાચું કારણ મળ્યું, આ કારણે થાય છે મોત