• રાજ્ય સરકારનો શિક્ષણ પ્રત્યે નવો અભિગમ

  • 10 સ્કૂલ બસો મુખ્ય માર્ગો પર રસ્તે રખડતા બાળકોને શિક્ષણ અપાશે


અતુલ તિવારી/અમદાવાદ :રસ્તા પર રહેતા અને રખડતા બાળકોને ભીખ તો શિક્ષણ મળતુ નથી. ત્યારે સિગ્નલ પર ભિક્ષા માગતા બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા અનોખી પહેલ શરૂ કરાઈ છે. આજથી રસ્તે રખડતા ગરીબ બાળકોને બસ દ્વારા સિગ્નલ સ્કૂલથી શિક્ષણ અપાશે. ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરીયમ ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલે સિગ્નલ સ્કૂલનું લોન્ચિંગ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિગ્લન સ્કૂલ એ રાજ્ય સરકારનો શિક્ષણ પ્રત્યે નવો અભિગમ છે. હાલ 10 બસોનું લોન્ચિંગ કરાયુ છે. આ 10 સ્કૂલ બસો મુખ્ય માર્ગો પર રસ્તે રખડતા બાળકોને શિક્ષણ અપાશે. ગુજરાત હાઈકોર્ટના ઓડીટોરીયમ ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલ સિગ્નલ સ્કૂલનું લોન્ચિંગ કર્યું. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણથી વંચિત રહેલા બાળકો માટે સિગ્નલ સ્કૂલનો નવતર પ્રયોગ છે. શહેરના રસ્તાઓ પર ઘણીવાર શિક્ષણથી વંચિત બાળકો જોવા મળતા હોય છે. જે શાળાએ અભ્યાસ માટે જઈ શકતા નથી. સ્કૂલ બોર્ડ દ્વારા આ વખતના બજેટમાં ખાસ સિગ્નલ સ્કૂલની જોગવાઈ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બાળકોના અભ્યાસ માટે ખાસ બસ તૈયાર કરવામાં આવી છે. જેમાં તમામ પ્રકારની સુવિધા છે. 


આ પણ વાંચો : આજથી હેલ્મેટ પહેર્યા વિના કે સીટ બેલ્ટ વિના વાહન ચલાવવું ભારે પડશે, ટ્રાફિકની મેગા ડ્રાઈવ શરૂ થઈ



સિગ્નલ સ્કૂલની વિશેષતાઓ
બે શિક્ષક, LCD ટી.વી., CCTVથી સજ્જ, પાણીની સુવિધા, બુક્સ, સ્કૂલ બેગ, રમકડાં, વાયફાય કનેક્ટિવિટી સાથે સજ્જ



આ વિશે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ કહ્યું કે, સિગ્નલ સ્કૂલની શરૂઆત અમદાવાદમાં થઈ છે. 10 બસો દ્વારા દેશમાં પહેલીવાર આ રીતે શિક્ષણ શરૂ કરાયુ છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને રાજ્ય સરકારની પ્રેરણાથી આ શરૂઆત કરી છે. પીએમ મોદી દ્વારા શિક્ષા ક્ષેત્રે નવા પ્રયોગ કરીને સૌને શિક્ષણ મળે એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે ત્યારે આ પ્રયોગ સફળ થશે. હવેથી રસ્તા પર જે વિદ્યાર્થીઓ ભટકે છે એમને ભણાવવાની શરૂઆત થશે. ઝૂંપડીમાં, રેલવે સ્ટેશન પર જે અભ્યાસથી રહી જાય છે એમને અભ્યાસ કરાવાશે. બે શિક્ષક સાથે, મધ્યાહન ભોજન સહિત રમત સાથે અભ્યાસ પૂરું પાડવામાં આવશે. સીએમ મુખ્યમંત્રીએ એક બાળક દત્તક લીધું. હું અને કમલ ત્રિવેદી પણ એક-એક બાળક દત્તક લઈ રહ્યા છીએ. સીએમના નેતૃત્વમાં રાજ્યમાં જ્યાં પણ શક્ય હશે ત્યાં આવી શરૂઆત કરીશું. કામ કરતા કરતા વધારે જે પણ જરૂરી હશે એ કરીશું. સૌ સંસ્થાઓને સાથે રાખીને સુધારા કરીને આગળ વધીશું.


આ પ્રસંગે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સુપ્રિમ કોર્ટના જજ એમ.આર. શાહ, જજ બેલા ત્રિવેદી, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર, જજ આર.એમ. છાયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ AMC કમિશનર લોચન શહેરા, ડે. મેયર, કોર્પોરેટરો અને પદાધિકારીઓ હાજર હતા.