ગુજરાત સરકાર આજે ફી વિશે લેશે નિર્ણય, એ પહેલા વાલીમંડળમાં પડ્યા ફાંટા
ગુજરાતની રૂપાણી સરકારની કેબિનેટની આજે બેઠક મળવાની છે, જેમાં રાજ્યની ખાનગી સ્કૂલોમાં ફી ઘટાડા ઉપરાંત વિવાદાસ્પદ કૃષિ બિલ અને કોરોના અંગે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને કાબુમાં લેવા માટે નવો એક્શન પ્લાન ઘડવા પણ આ બેઠકમાં ચર્ચા થશે. આ પહેલા વાલી મંડળ અને સંચાલક મંડળ સાથે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મીટિંગ કરી હતી. બંને પક્ષોની માંગણી કેબિનેટ સમક્ષ મૂકી આજે નિર્ણય જાહેર કરાશે.
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતની રૂપાણી સરકારની કેબિનેટની આજે બેઠક મળવાની છે, જેમાં રાજ્યની ખાનગી સ્કૂલોમાં ફી ઘટાડા ઉપરાંત વિવાદાસ્પદ કૃષિ બિલ અને કોરોના અંગે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને કાબુમાં લેવા માટે નવો એક્શન પ્લાન ઘડવા પણ આ બેઠકમાં ચર્ચા થશે. આ પહેલા વાલી મંડળ અને સંચાલક મંડળ સાથે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મીટિંગ કરી હતી. બંને પક્ષોની માંગણી કેબિનેટ સમક્ષ મૂકી આજે નિર્ણય જાહેર કરાશે.
શિક્ષણ મંત્રીની બેઠક પહેલા વાલી મંડળમાં ફાટા પડ્યા
શાળાઓની ફી ઘટાડાના મુદ્દા ઉપર વાલી મંડળના સભ્યો ગઈકાલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મળવા પહોંચ્યા હતા. જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા જોકે, વાલી મંડળ અને શિક્ષણ મંત્રીની બેઠક પહેલા વાલી મંડળમાં ફાટા પડ્યા હતા. શિક્ષણ મંત્રીએ વાલી મંડળ સાથે બેઠક યોજી હતી. જોકે કેટલાક વાલી મંડળના સભ્યોએ પોતે બેઠકમાંથી બાકાત રાખતા રોષ વ્યક્ત કર્યો હતો. વાલી મંડળના સભ્યો સર્કિટ હાઉસમાં સંચાલકો સાથે બેઠક કરીને આવ્યા હોવાની કરીને આવ્યા હોવાનો દાવો તેઓએ કર્યો હતો. સંચાલકો સાથે વાલી મંડળના કેટલાક સભ્યોની મિલીભગત હોવાના કારણે અન્ય વાલીઓને બેઠકથી દૂર રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. ત્યારે વાલી મંડળના નેતા કમલ રાવલે કહ્યું કે, સો ટકા ફી માફી સિવાય કોઈ વિકલ્પ સ્વીકાર્ય ન નથી.
વાલીમંડળના બંને જૂથો આમને-સામને
વાલીમંડળ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સ્વર્ણિમ સંકુલ-1 માં પ્રવેશદ્વાર પર વાલીમંડળના બંને જૂથો આમને-સામને આવી ગયા હતા. શાળાની ફી માફીનો મુદ્દો બાજુ પર રહીને વાલીમંડળ આમનેસામને આવ્યા હતા. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરવા ગયેલા નરેશ શાહ પર શાળા સંચાલકો અને સરકાર સાથે સેટીંગ કરી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વાલીઓએ નરેશ શાહ વિરુદ્ધ પોતાની રજૂઆત મીડિયા સમક્ષ કરી હતી.
તો બીજી તરફ, નરેશ શાહે ઝી 24કલાક સાથેની ખાસ વાતચીતમાં રાજ્ય સરકારની કોઈ ફોરમ્યલા ફી માફીના મુદ્દે વાલી મંડળે સ્વીકારી ન હોવાનો દાવો કર્યો છે. કોરોનાની પરિસ્થિતિના કારણે શિક્ષણ વિભાગ દ્વારા બેઠક માટે માત્ર ચાર વાલીઓને બોલાવ્યા હતા. તેના કારણે અન્ય વાલીઓ બેઠકથી વંચિત રહ્યા હોવાનો નરેશ શાહે દાવ કર્યો. તો નરેશ શાહની સામે પડેલા વાલીમંડળના કમલ રાવલે દાવો કર્ય કે, શાળા સંચાલકો અને સરકાર સાથે નરેશ શાહની મિલી ભગત છે. ત્યારે નરેશ શાહ સિવાયના વાલી મંડળના સભ્યોએ આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મળવા અગાઉથી 10 લોકોનું લિસ્ટ મોકલ્યું હતું. પરંતુ તેઓએ 5 લોકોને મંજૂરી આપી અને સ્વર્ણિમ સંકુલમાં નીચે રહી ગયા લોકોએ નરેશ શાહનો વિરોધ કર્યો હતો. ત્યારે નરેશ શાહે પોતાની સામે થયેલા વિરોધ મામલે કહ્યું કે, મેં PIL કરી તો ૬ મહિના પછી કોર્ટ દ્વારા ફી માફી જે પણ મળશે લાખો વાલી અને બાળકોને ફાયદો થશે. સારા માણસો હવે જાહેર હિતનું કામ નહિ કરે.