હિતલ પારેખ/ ગાંધીનગર: ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને (Gujarat Corona Case) લઇે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ત્યારે સાવચેતીના ભાગ રૂપે સરકાર (Gujarat Government) દ્વારા 15 માર્ચ બાદથી 31 માર્ચ સુધીમાં રાજ્યના ચાર મહાનગરોમાં એક બાદ એક રાત્રિ 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ (Curfew) જાહેર કરાયું હતું. આ ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ (Night Curfew) અંગે હજુ સુધી સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી નથી. સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ત્યારે 31 મી માર્ચે અંતિમ નિર્ણય લેવાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 2252 નવા કેસ (Gujarat Corona Case) નોંધાયા હતા. જ્યારે તેની સામે 1731 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. 24 કલાકમાં રાજ્યમાં કુલ 8 વ્યક્તિના કોરોનાથી મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 3,03,118 પર પહોંચી ગયો છે અને કુલ રિકવર દર્દીઓ 2,86,577 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,500 પર પહોંચ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) વધતા સંક્રમણને જોતા તંત્ર દ્વારા તબક્કા વાર રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂના (Night Curfew) સમયમાં વધારો કર્યો હતો.


આ પણ વાંચો:- મોસાળમાં મા પીરસનારી હોવાના ભાજપના દાવાનો કેન્દ્ર સરકારે જ ઉડાવ્યો છેદ


ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ચારેય મહાનગરોમાં 1 માર્ચ 2021 થી 16 માર્ચ 2021 સુધી રાત્રિ કરફ્યૂના (Night Curfew) સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે, ત્યારબાદ કોરોના કેસમાં સતત વધારો થતા રાજ્ય સરકાર દ્વારા 17 માર્ચ 2021 થી 31 માર્ચ 2021 સુધી ચાર મહાનગરોમાં કરફ્યૂનો (Curfew) સમય વધારીને 10 થી 6 કરાયો છે. જેથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો હતો.


આ પણ વાંચો:- મહિલાઓએ પુરુષોને ચેલેન્જ ફેંકી, રૂઢિચુસ્ત પરંપરામાંથી બહાર નીકળીને મેદાનમાં આવો તો ખરું યુદ્ધ થાય


પરંતુ જેમ જેમ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો હતો તેના કારણે તંત્ર દ્વારા ચારેય મહાનગરોમાં એક પછી એક રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા ચારેય મહાનગરોમાં રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ જાહેર કરાયો હતો. 31 માર્ચના રાત્રિ કરફ્યૂનો સમય પૂર્ણ થવા આવી રહ્યો છે. ત્યારે આ ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ અંગે હજુ સુધી સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી નથી. સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ત્યારે 31 મી માર્ચે અંતિમ નિર્ણય લેવાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- અમરેલીનો આ દોડવીર યુવક સોમનાથથી પહોંચશે અયોધ્યા, 21 દિવસમાં કાપશે 1800 કિ.મીનું અંતર


10 એપ્રિલ સુધી ગુજરાતના 8 મહાનગરોમાં સ્કૂલો બંધ
કોરોનાના વધતા જતા કેસનો પગલે ગુજરાતભરના વાલીઓ ચિંતાતુર બન્યા હતા. શૈક્ષણિક કાર્ય બંધ કરવાની માંગ ઉઠી હતી. ત્યારે આજે શિક્ષણ વિભાગની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી 10 એપ્રિલ સુધી ગુજરાતના 8 મહાનગરોમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય બંધ કરાયુ છે. અહી 10 એપ્રિલ સુધી ઓનલાઈન શિક્ષણ (online class) કરવામાં આવ્યું છે. તો આ સાથે જ આ 8 મહાનગરોમાં પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવાશે. પરંતુ 8 મહાનગરો સિવાયના વિસ્તારોમાં શૈક્ષણિક કાર્ય વિકલ્પની સાથે ઓફલાઈન ચાલુ રાખવામા આવ્યુ છે. તેમજ મહાનગર સિવાયના વિસ્તારોમાં પરીક્ષાઓ ઓફલાઈન લઈ શકાશે. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ મોકૂફ કરી છે અને નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube