Breaking : ગુજરાત સરકાર કર્મચારીઓ અને પેન્શનર્સને 12% મોંઘવારી ભથ્થુ આપશે
છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને 12 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના 19 હજારથી વધુ કર્મચારી પેન્શનરોને લાભ મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી ઉપર 41 કરોડનો બોજો પડશે.
હિતલ પારેખ/ગાંધીનગર :છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને 12 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના 19 હજારથી વધુ કર્મચારી પેન્શનરોને લાભ મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી ઉપર 41 કરોડનો બોજો પડશે.
છઠ્ઠું પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના 19359 અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનર્સને 1 જુલાઈ, 2018થી 6% તથા 1 જાન્યુઆરી, 2019થી વધુ ૬% મળી એમ કુલ 12% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ ઓગસ્ટ, 2019ના પગાર સાથે ચૂકવવામાં આવશે. જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક 41.93 કરોડ રૂપિયાનું વધારાનું ભારણ પડશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :