વાવાઝોડાથી ધોવાઈ ગયેલા ખેતરોનો સરવે કરીને સહાય ચૂકવશે ગુજરાત સરકાર
તૌકતે વાવાઝોડાથી ગુજરાતના અનેક ખેતરો ધોવાઈ ગયા છે. ખેતરોમાં રહેલા ઉભા પાકને ભારે નુકસાની થઈ છે. જેમાં સૌરાષ્ટ્રના ગામડામાં મોટું નુકસાન થયું છે. ત્યારે સરવે કરાવીને તાત્કાલિક સહાય આપવા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી ગુજરાતના અસરગ્રસ્ત ખેતી વિસ્તારોનો સરવેની કામગીરી કરીને સહાય ચૂકવવાના આદેશ કરવામાં આવ્યા છે
ઝી મીડિયા/બ્યૂરો :તૌકતે વાવાઝોડાથી ગુજરાતના અનેક ખેતરો ધોવાઈ ગયા છે. ખેતરોમાં રહેલા ઉભા પાકને ભારે નુકસાની થઈ છે. જેમાં સૌરાષ્ટ્રના ગામડામાં મોટું નુકસાન થયું છે. ત્યારે સરવે કરાવીને તાત્કાલિક સહાય આપવા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી ગુજરાતના અસરગ્રસ્ત ખેતી વિસ્તારોનો સરવેની કામગીરી કરીને સહાય ચૂકવવાના આદેશ કરવામાં આવ્યા છે
આ વિશે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યુ કે, જે નુકસાન થયું છે તેનો સરવે કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. એસડીઆરએફના નિયમો પ્રમાણે ખેડૂતોને સહાયતા ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી કરીને સહાય ચૂકવવાના આદેશ કરવામાં આવ્યા છે. વાવાઝોડાથી રાજ્યના ઘણા વિસ્તારોમાં નુકસાન થયું છે. જેના સરવેની કામગીરી સત્વરે હાથ ધરવા સંબંધિત જિલ્લા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય થવા લાગી છે ત્યારે રાહત કામગીરી ઝડપથી શરૂ કરાશે.
ખેડૂતોના ઓજાર અને ગોડાઉનને પણ નુકસાન થયું
ખેડૂતોને યુદ્ધના ધોરણે સહાય ચૂકવવા ભારતીય કિસાન સંઘે ગુજરાત સરકાર પાસે માંગણી કરી છે. ભારતીય કિસાન સંઘ દ્વારા કહેવાયુ કે, ઉનાળુ પાક, મગફળી, મગ, તલ, બાજરી અને બાગાયતી પાકમાં ખેડૂતોને વ્યાપક નુકશાન થયુ છે. ખેડૂતોના યાંત્રિક ઉપકરણો અને ગોડાઉનમાં થયેલા નુકશાન માટે પણ સહાય ચૂકવવામાં આવે. આ માટે મુખ્યમંત્રીને પત્ર પાઠવી કરી સહાય માટે માંગણી કરાઈ.
ખેડૂતોને નુકસાન ચૂકવવામાં આવે - કિસાન સંઘ
વાવાઝોડાને લઈને રાજકોટમાં કિસાન સંઘ દ્વારા ખેડૂતોને સહાય આપવાની ઉઠી છે. કિસાન સંઘના નેતા દિલીપ સખીયાએ જણાવ્યું કે, વાવાઝોડાને પગલે તલ, મગ, બાજરી અને બાગાયતી પાક, જેમાં ખાસ કરીને કેરી અને નાળિયેરીને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવી આપવા સરકાર પગલાં ભારે. પીએમ મોદી સૌરાષ્ટ્રનો ચિતાર લેવા આવ્યા છે, ત્યારે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ વળતર સહાયની માંગણી રજૂ કરે તેવી માંગણી કિસાન સંઘ દ્વારા કરવામાં આવી.
દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 150 થી 200 કરોડનુ નુકસાન
તો બીજી તરફ, દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તમામ પાકમાં અદાજીત 500 થી 600 કરોડનું નુકસાન થયુ છે. તેથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વાર વહેલી તકે સર્વે કરી રકમ ચૂકવવા માંગ કરાઈ છે. આ માટે સાથે જ ટેકાના ભાવે સરકારને પાકની ખરીદી કરવા માંગ કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું. અંદાજે 150 થી 200 કરોડ રૂપિયાનું નુકસાન હોવાનું કહેવાય છે. જહાંગીર પુરા જીનિંગ મિલ પર ટ્રેક્ટરની લાઇનો પડી છે. કાંટો બગડી જતા 34 કલાકથી ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા છે. તો બીજી તરફ, ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક પણ પલળી ગયો છે.
ઉપલેટામાં કેળાના પાક વેરવિખેર થયો
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તૌકતેએ બાગાયતી પાકમાં વિનાશ વેર્યો છે. ઉપલેટામાં કેળાની ખેતીને વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયુ છે. ગઈકાલે ઉપલેટામાં ત્રાટકેલા તૌકતેએ બાગાયતી ખેતીમાં વેરેલ વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે. ઉપલેટામાં કેળાના પાકની ખેતીને પુષ્કળ નુકસાન થયું છે. કેળાનો તૈયાર થઈ ગયેલ 70% ટકા પાક જમીનદોસ્ત થયો છે. તેથી ગાયતી ખેતી કરતા ખેડૂતોની સરકાર સમક્ષ સહાયની માંગ ઉઠી છે.