Gujarat Government : ગુજરાતની ચૂંટણી પહેલાં ભાજપે ઢંઢેરામાં વર્ષમાં 4 વાર રાહતદરે ગરીબોને સિંગતેલ આપવાનું વચન આપ્યું હતું. હવે એ સરકાર એ વચન પુરું કરવા જઈ રહી છે પણ આ આંક અડધો થઈ ગયો છે. રાજ્યમાં ફક્ત 2 વાર 70 લાખ કુટુંબોને રાહતદરે સિંગતેલ મળશે. ગુજરાત સરકાર આ મામલે બજેટમાં આ મામલાને પાસ કરાવી દેશે. રાજ્યના બજેટમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વધુ સિંગતેલ રાહતના દરે વિતરણ કરવાની યોજના સામેલ થશે. હાલમાં સિંગતેલના ભાવ ભડકે બળી રહ્યાં છે ત્યારે ગરીબો માટે આ યોજના ઘણી રાહત અપાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરીબોના ઘરમા દીવો બળશે 
દર મહિને ૧ લિટરના પાઉચ લેખે બારે મહિના આ રીતે સિંગતેલ આપવાની યોજના વિચારણામાં છે. જો કે ભાજપના છેલ્લા ચૂંટણી ઢંઢેરામાં વર્ષમાં ૪ વખત પાઉચનું વિતરણ શરૂ કરવાનું વચન અપાયું છે. અત્યારે જન્માષ્ટમી અને દિવાળી પર્વ એમ બે વાર એક-એક લિટરના સિંગતેલના પાઉચનું રાહતદરે વિતરણ થાય છે, જ્યારે ભાજપના ઢંઢેરામાં મકરસંક્રાંતિ અને હોળી એમ બે વધુ તહેવારોમાં આવા પાઉચ આપવાનું પ્રપોઝ કરાયું છે. આમ સરકાર આ મામલે સીરિયસ હોવાથી ગરીબોને હાલમાં ફાયદો થાય તેવી પૂરી સંભાવના છે.


આ પણ વાંચો : 


અમદાવાદના નવા પોલીસ કમિશ્નર કોણ : આ 2 નામ છે ચર્ચામાં, સંજય શ્રીવાસ્તવ અનલકી નીકળ્યા


ભૂલથી પણ એમ ના કહેતા ગુજરાતી છોકરીઓ ફોન પર ચિપકી રહે છે, સરકારનો આ છે રિપોર્ટ


રાજ્ય સરકાર વર્ષમાં ૪ વખત સિંગતેલ પાઉચ આપશે
રાજ્યમાં 8 લાખ જેટલા અંત્યોદય પરિવારો અને 62 લાખ જેટલા અગ્રતા ધરાવતા કુટુંબો મળીને 70 લાખ કાર્ડધારક પરિવારોને રાહતના દરે સિંગતેલના પાઉચ અપાય છે. ગત વર્ષે રૂ.૧૦૦માં પાઉચ અપાયું હતું, જે રાજ્ય સરકારને આશરે રૂ.૧૯૦માં પડ્યું હતું. આમ એક વખત પાઉચના વિતરણ પાછળ સરકારને અંદાજે રૂ.૬૩ કરોડનો ખર્ચ થયો હતો, એટલે જો રાજ્ય સરકાર વર્ષમાં ૪ વખત સિંગતેલ પાઉચ આપશે, તો સબસિડી પાછળ એને આશરે રૂ. ૨૫૦ કરોડનો અને વર્ષમાં ૧૨ વખત આપશે, તો રૂ.૭૫૦ કરોડનો ખર્ચ થશે. ઘઉં-ચોખાના વિતરણ પાછળનો એક વખતનો ખર્ચ રાજ્ય સરકારનો બચી રહ્યો છે, હવે કેન્દ્ર સરકાર આ ખર્ચ ભોગવવાની છે. આમ રાજ્ય સરકારનો આ ખર્ચ બચતો હોવાથી સરકાર સિંગતેલ બારે મહિના આપે તેવી યોજના હાલમાં વિચારાઈ રહી છે. જો આ નિર્ણય બજેટમાં પસાર થયો તો ગરીબોને દર મહિને સિંગતેલ મફતમાં મળતું થઈ જશે. ચૂંટણી પહેલાં ભાજપ ગુજરાતમાં માસ્ટરસ્ટ્રોક મારી શકે છે.


ગત બજેટમાં કરાઈ હતી જાહેરાત
ગુજરાતનું વર્ષ 2022-23 ના વર્ષનું બજેટમાં ગરીબ મહિલાઓ માટે જાહેરાત કરાઈ હતી. જે મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 4976 કરોડની જોગવાઈ કરાઈ છે. બાળકો સ્વસ્થ સમાજનો પાયો ગણાય છે, તેથી બાળકો તથા માતાના સ્વાસ્થયમાં વધારો થાય તે માટે ગુજરાતના બજેટમાં મોટી જાહેરાત કરાઈ હતી. ગુજરાતમાં સગર્ભા, ધાત્રી માતા અને બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની જાહેરાત કરાઈ હતી. જે અંતર્ગત પરિવારને 1 હજાર દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિનામૂલ્યે આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. 


આ પણ વાંચો : 


ગુજરાતના ભૂતકાળને સુવર્ણ બનાવનાર પાટણનો આજે સ્થાપના દિન, રાજપૂતો તલવાર રાસથી ઉજવશે


અંઘશ્રદ્ધાનો ખેલ! પોરબંદરમાં બાળકીને ડામ મુદ્દે મોટું અપડેટ, જાણો કેમ આપ્યા હતા ડામ