Gujarat Government હિતલ પારેખ : કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી. ત્યારે ખેડૂતોને હવે સરકાર પાસેથી આશા હતી. પરંતુ એ આશા પણ ઠગારી નીવડી છે. ગુજરાત સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનનું વળતર નહીં ચૂકવાય. સર્વેની કામગીરીનો રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. કારણ કે, આ રિપોર્ટમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકને કોઈ નુકસાન ના થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેથી ખેડૂતોને માવઠાથી નુકસાન ના થયું હોવાથી વળતર નહીં ચૂકવાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં થોડા દિવસ પહેલા 48 કલાક દરમિયાન 14 જિલ્લાના 50 તાલુકાઓમા વરસાદ નોંધાયો હતો. કડકડતી ઠંડી વચ્ચે પડેલા માવઠામાં રાજ્યમાં 1 મી.મી.થી 28 મી.મી. સુધીનો કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં રવી પાકને નુકશાની થઈ હોવાની શક્યતા પગલે રાજ્યના કૃષિ વિભાગે સર્વે કરવા આદેશ આપ્યો હતો. ત્યારે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે. અને આ સર્વેનો રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. પરંતું સર્વેના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકશાની ન પહોંચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે.


કૃષિ વિભાગના રિપોર્ટ પ્રમાણે જો નુકસાન થયુ જ નથી તો પછી વળતર કેવું. કમોસમી વરસાદના કારણે નુક્શાની ન હોવાના કારણે હવે ખેડૂતોને કોઈ પ્રકારનું વળતર ચુકવણી નહિ થાય. 


આ પણ વાંચો : 


દરેક ગુજરાતી માટે ચોંકાવનારો વીડિયો, અમદાવાદમાં બાળક નશામાં લથડિયા ખાતો જોવા મળ્યો


ગુજરાતીઓને ફરવા વધુ એક જગ્યા મળી ગઈ, આ સુંદર ટાપુને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માંગ


ગુજરાતના ખેડૂતો પર વધી રહ્યું છે દેવું
ગુજરાતમાં સરકાર ખેડૂતો માટે મસમોટી વાતો કરી રહી છે. પંજાબના ખેડૂતો કરતાં પણ આવક બમણી થઈ હોવાના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા એ છે કે, ગુજરાતના ખેડૂતો દેવાદાર બનતા જાય છે. ખેડૂતોની આવક બમણી થશે તેવી વાતો ગુલબાંગો સાબિત થઈ છે અને બેંકોમાં ખેડૂતો લોન લેવા મજબૂર બન્યા છે. લોકસભામાં કૃષિ વિભાગે રજૂ કરાયેલા એક રિપોર્ટ અનુસાર, લાખો ખેડૂતો બેંકના દેવા તળે દબાઇ રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતોએ વર્ષ ૨૦૨૧-૨૨માં રૂપિયા ૯૬,૯૬૩ કરોડની લોન લીધી છે. ગુજરાતમાં 90 લાખ હેક્ટરમાં ખેતી થાય છે પણ વિષમ આબોહવાને પગલે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતો સમસ્યા ભોગવી રહ્યાં છે. 


ગુજરાતના મોટા સમાચાર : ભાજપના ધારાસભ્યને રાહત અને કોગ્રેસના ધારાસભ્યને કેદ


હવે ગુજરાત યુનિવર્સિટીમાં પણ બનશે વેધર સ્ટેશન, મળી મંજૂરી