વાવાઝોડાથી વૃક્ષોને મોટું નુકસાન, તેથી સરકાર એક્શન પ્લાન બનાવીને વૃક્ષારોપણ કરશે
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વાવાઝોડા અને કોરોના સંદર્ભે કેબિનેટમાં વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ વાવાઝોડા બાદની કામગીરી અંગે જણાવ્યું કે, 17મી રાત્રે વાવાઝોડું આવ્યું હતું અને 18મી રાત્રે વાવાઝોડું રાજસ્થાન તરફ ગયું હતું. લગભગ 25 26 કલાક ગુજરાતને ચીરીને વાવાઝોડું પસાર થયં હતું. પવનની ગતિ 220 કિલોમીટરથી શરૂ કરી અને ૬૦ કિલોમીટર સુધીની હતી. સદનસીબે મોટી ખુમારી થઈ નથી. ગુજરાતમાં નાના કર્મચારીથી માંડીને દરેકે દિવસ-રાત કડક પગે ઉભા રહીને જે વ્યવસ્થાઓ બનાવી તેને કારણે નુકસાનમાંથી બહાર નીકળ્યા છે. તમામ કર્મચારીઓને અભિનંદન અને ધન્યવાદ છે.